અંબાચ નદીપાર ફળિયા દૂધ ડેરી સેન્ટર -3થી કેળકૂઈ ગાંધી ફળિયા સુધીનો રોડ ખૂબ જ જર્જરીત અને ઝાડીઓથી ભરપૂર હોવા છતાં તંત્ર દ્વારા 12 વર્ષથી આજદિન સુધી નજર ન કરતા લોકોએ રોષ સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે.
અંબાચ નદીપાર ફળિયા સાથેે વહીવટી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન જોવું હોય તેમણે નદી કિનારે પ્રત્યક્ષ જોઈ શકાય તેમ છે. પ્રથમ તો નદી કિનારે આવેલા ચેક ડેમ જર્જરિત થયાને આજે વર્ષો થયા પરતું સરકારી બાબુઓ અને રાજકારણીઓએ ઓરમાયું વર્તન કર્યું છે, આજ માર્ગ પર જવા માટે અંબાચ નદીપાર દૂધ ડેરી સેન્ટર -3 થી કેળકૂઈ ગાંધી ફળિયા સુધીનો રોડ આ માર્ગ 11 વર્ષ પહેલા આઝાદી બાદ પ્રથમ વખત બન્યો હતો. ત્યારબાદ આ માર્ગ પર એક નાનુ થીગડુ પણ મારવામાં આવેલ ન હતું. હાલ માર્ગની હાલત એવી છે કે માર્ગની બન્ને બાજુમાં ઝાડી છે. જેને કારણે માર્ગની બંને તરફથી અડધો માર્ગ ઢંકાઈ જાય છે.
આ માર્ગ 11 વર્ષ પહેલા બન્યો હોવા છતાં આજે કાચા રસ્તાને સારું કહેવડાવે તે હાલતમાં છે. કોઈક વખતે આકસ્મિક કોઈક દર્દીને હોય તો કોઈ વાહન કે 108 આવે ત્યાં સુધી તો કંઈક અઘટિત ઘટના બનવાનો બનાવ બની રહે તેમ છે. અત્યારે હાલ ચોમાસુ માથે છે ત્યારે રોડની હાલત અત્યારે છે તેના કરતાં પણ બદથી બદતર થઇ જવાની આશંકા છે, લોકોને પડતી મુશ્કેલીમાં મોટર સાઇકલ તો બાજુ પર રહી ચાલતા જવું પણ મુશ્કેલ બનશે. હાલ માર્ગને લઇ સોશ્યલ મીડિયા પર લોકોનો રોષ સામે આવી રહ્યો છે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં માર્ગ પરથી પસાર થનારા લોકો પોતાનો રોષ બતાવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.