તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત:વાલોડ તાલુકામાં માટીખનન કરનારા માફિયા બેફામ બન્યા

માયપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં તંત્ર વ્યસ્ત હોવાથી માટી ચોરોને ખુલ્લું મેદાન મળ્યું

વાલોડ તાલુકામાં વિધાન સભાની ચૂંટણીની કામગીરીમાં તંત્ર લાગ્યું હોય રાત્રીના સમયે માટી ખનન કરનારાઓની સવાર પડતી હોય તેમ આડેધડ માટી ખનન કરી કારભાર ચાલી રહ્યો છે. વાલોડ તાલુકાના ગામડાઓમાંથી ગરીબ ખેડૂતોની જમીનોમાંથી માટી ખનન થઇ રહ્યું હોવા છતાં નવી સીઝનમાં એક પણ વાહન પકડાયું નથી.

વાલોડ તાલુકાના ગામડાઓમાં રાત્રીના સમયે માટી ખનન કરનારાઓની સવાર પડતી હોય તેમ ગામડાઓમાંથી હજારો ટન માટીનો બે નંબરિયો ધંધો શરુ થાય છે. બાંધકામો કરવા, ઇંટના ભઠ્ઠા, જમીનોને સમથળ કરવી પડે જેના કારણે માટી પુરાણ પણ કરવું પડતું હોય છે. માટી ખનન કરનારાઓ ચોક્કસ જગ્યાઓ પર રાત્રીના કે દિવસના સમયે બેસી નજર રાખતા હોય છે, જો કોઈ સરકારી વાહન દેખાય તો માટી ખનન કરનારાઓ ફોનથી સજાગ કરી દેતા હોય છે.

વાલોડ તાલુકામાં માટીનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં માટીની ટ્રકો તથા હાઇવાથી માટી ભરાય છે. આ કામ કેટલાક ચોક્કસ ગામોમાં સ્થાનિક નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ, સરકારી બાબુઓ અને મિલીભગતથી ડમ્પર અને ટ્રક્ના ચાર્જ નક્કી કરી માટી ખોદવા દેવામાં આવે છે અને આ ખનન ચોરીના કામો ખાસ કરીને રાત્રીના સમયે થાય છે જેના કારણે કોઈ દખલગીરી ન કરે આ હજારો ટન માટી એ કુદરતી સંપતિ છે.

આથી માટી લેવી હોય તો સરકારના ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ભરવી પડતી હોય છે, પણ કોને કેટલી રોયલ્ટી ભરેલી છે અને કોને લિઝમાં નંબર આપ્યો છે. આ તપાસવા જેવો વિષય છે, હાલ વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત તંત્રની આડમાં બેધડક અને બેખોફ બની માટી ખનન કરવામાં આવી રહ્યું છે. તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. વાલોડ તાલુકાના વિસ્તારથી જે ગામો નજીક પડે છે તે ગામોમાંથી પુષ્કળ પ્રમાણમાં માટી ખનન થાય છે. મૉટેભાગે ગરીબ આદિવાસીઓની જમીનમાંથી માટી ખોદકામ કરાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...