ફરિયાદ:યુવતીને ગર્ભપાત કરાવી લેવા માટે દબાણ કર્યા બાદ પ્રેમીએ તરછોડી

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલોડ તાલુકાના ભટલાવ ગામના યુવક સામે પોલીસ ફરિયાદ

વાલોડ પંથકમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી યુવાને ભોગવ્યા બાદ ગર્ભ રહી જતા ગર્ભપાત કરવાના દબાણ કરી તરછોડી દેતા યુવતીએ યુવક, તેની માતા અને બહેનની સામે ફરિયાદ કરવામાં આવી છે. વાલોડ રહેતી રવિના (નામ બદલ્યું છે) હળપતિ ઉંમરલાયક થતા ભટલાવ ગામના હળપતિ વાસમાં રહેતા યુવક નામે પ્રિતેશભાઇ પુનાભાઇ રાઠોડ સાથે પુખ્ત વયના હોય બન્ને આંખો મળી ગઈ હતી, અને પ્રેમમાં પડ્યા હોય. વાલોડ ખાતે અનેક સ્થળો પર અવર નવર મળતા હતા અને લગ્ન કરવાનુ કહી રવિનાની મરજી વિરૂધ્ધ બળજબરીથી અવરનવર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલ હોય જેથી ફરિયાદી બેનને બે માસનો ગર્ભ રહી ગયેલ

જે ગર્ભપાત કરવા સારૂ આરોપીએ રવીનાને તેની મરજી વિરૂધ્ધ દવા પિવા મજબુર કરી ધમકવામાં આવી હતી. રવિના ગર્ભપાત ન કરવા કહેતી હતી પરંતુ તેની મરજી વિરૂધ્ધ ગર્ભપાત કરી રવિના સાથે કાયદેસર લગ્ન કરવાની ના પાડી દેવામાં આવી હતી, રવીનાને પ્રિતેશે તરછોડી દેવા કારસો રચ્યો હતો, તેમજ પ્રિતેશની મંમ્મી સુરેખાબેન પુનાભાઇ રાઠોડ તથા પ્રિતેશની બહેન પ્રિયંકાબેન પુનાભાઇ રાઠોડએ રવીનાને તું અમને ગમતી નથી. તારા લગ્ન પ્રિતેશ સાથે કરાવવાના નથી. તેવુ કહી રવીનાને નાલાયક ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રિતેશ,તેની માતા અને બહેન એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યા હોવા અંગે પોલીસ ફરિયાદ વાલોડ પોલીસમાં કરવામાં આવી હતી. વધુ તપાસ સીપીઆઈ વ્યારા દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...