ગ્રાન્ટ પરત કરી:કલકવામાં નલ સે જલ યોજનાના ગ્રાન્ટના નાણાં પરત જમા કરાવ્યા

માયપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિટીના રિપોર્ટ બાદ જ ચૂકવણુ થવાનું હોવાથી ગ્રાન્ટ પરત કરવી પડી

ડોલવણ તાલુકાના કલકવા ગામે નલ સે જલ યોજનામાં થયેલ કામગીરી બાબતે પ્રશ્નો ઉદ્દભવ્યા બાદ વાસમોની ટીમના દ્વારા કલકવા ગામની મુલાકાત લઈ પાણી સમિતિની રચના કરી હતી, જે કમિટીનાં રિપોર્ટ બાદ જ કોન્ટ્રાકટરની ચુકવણું થવાનું હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા પાણી સમિતિના સભ્યો સમક્ષ હાજર થયા બાદ પાણી સમિતિના રિપોર્ટ બાદ જ ચુકવણું થવાનું હોય અને ગ્રાન્ટના નાણાં અમુક સમય સુધી જ રાખી શકાય તેમ હોય વાસમોંમાં ગ્રાન્ટ પરત કરી છે.

કલકવા ગામે છેલ્લા કેટલાક દિવસોથી નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં તમામ ફળિયાઓને આવરી લેવા માટે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી હતી, જે કામગીરી બાબતે ગ્રામજનોને પાઇપલાઇનમાં યોગ્ય રીતે કામગીરી થઈ ન હોય, કામગીરીમાં જુની પાઇપલાઇનનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોય, કેટલા વિસ્તારોમાં કામગીરી ન કરી હોવા બાબતે, વાલ્વ યોગ્ય માત્રામાં ન નાખ્યા હોય તેવા પ્રશ્નોને લઈ ગ્રામજનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા હતા.

જે બાબતે વાસમોની ટીમ આવી ગામમાં પાઇપ લાઈનમાં થયેલ કામગીરી બાબતે અસંતોષ હોય ગામમાં પાણી સમિતિની રચના કરવામાં આવી હતી, આ પાણી સમિતિ દ્વારા ગામમાં થયેલ કામગીરીના માપ, કામ કોન્ટ્રાક્ટરની રૂબરૂ જોઈ તપાસી તે અંગેના રિપોર્ટ વાસમોને કર્યા બાદ વાસમો રિપોર્ટના આધારે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ ચુકવણી કરવાની હોય કોન્ટ્રાક્ટર કામગીરી બાબત અધિકારીઓ તથા પાણી સમિતિ સમક્ષ હાજર થયા બાદ પાઈપલાઈનની માપણી,પાઈપોની સાઈઝ, માલ સમાન બાબત તપાસ કરવામાં આવી હતી.

ત્યારબાદ હજી કામગીરીના અહેવાલ અંગેની તપાસ અધુરી છે તપાસ પૂર્ણ થયા બાદ પાણી સમિતિના રિપોર્ટને આધારે સર્કલ ઓફિસરની તપાસ બાદ વાસ્મો ઓફિસ બિલ બનાવી તલાટી દ્વારા ચુકવણું થવાનું હોય જેને કારણે કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરીમાં પાણી સમિતિ હાલ રિપોર્ટ બાકી હોય ગ્રામ પંચાયતના ખાતામાં નિયમોનુસાર સાત દિવસથી વધુ રકમ ખાતામાં પડી રહી હોય તો તે રકમ પરત કરવી પડે તેમ હોય પાણી સમિતિના સભ્ય,સરપંચ અને તલાટીની સંયુક્ત મંજૂરીથી આરટીજીએસથી વાસમોમાં ગ્રાન્ટના નાણાં પરત કરવામાં આવ્યા છે, જ્યારે ફરી વખત બિલ બનશે ત્યારે ફરી ચૂકવણું કરવામાં આવશે.

મંજૂરીથી ગ્રાન્ટ પરત કરી
કલકવા ગામના તલાટી ભરતભાઈ માંગુકિયાનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે પાણી સમિતિ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ નિયમોનુસાર નાણાં પરત કરવાના હોય સરપંચ અને સભ્યોની મંજૂરીથી વાસમોમાં ગ્રાન્ટ પરત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...