બેદરકારી:વાલોડ એસટી કંટ્રોલ કેબીન પાસેની ચેમ્બર અને ઢાંકણ જૂજ માસમાં તૂટી ગઇ

માયપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી સામે આંગળીઓ ચિંધાઈ રહી છે, એક સગીર પણ ગટરમાં પડી ગયો હતો

વાલોડ તાલુકા મથકએ એસટી કંટ્રોલ કેબીનની નજીક સાઈ મંદિર તરફ જતા રસ્તા ઉપર પ્રથમ ગટરલાઇનની ચેમ્બર તથા તેનું ઢાંકણ બન્યાને હજી કેટલાક માસોમાં જ તૂટીને ભુક્કો બોલી ગઈ હતી અને આ ચેમ્બરમાંથી મુસાફરો તથા આજુબાજુના રહીશો માટે સ્થળ પર રહેવું કપરું બન્યું છે. એક બાળક ચેમ્બરમાં પડી જવાની ઘટના ઘટી હતી.

વાલોડ હાઈસ્કૂલ ફળિયામાં એસ.ટી કંટ્રોલ કેબિનથી ગોડાઉન તરફ જતા માર્ગ ઉપર આવેલી રસ્તાની કામગીરી દરમિયાન વરસાદી પાણીની પાઈપલાઈન તથા તેની સાથે સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. માર્ગ બન્યાને હજી કેટલાક માસ જ થાય આ માર્ગથી સરકારી ગોડાઉન સુધી ભારે વાહનો છેે.

સરકારી અનાજના ભારેખમ વાહનો પસાર થતા હોય આ ચેમ્બર જે સ્થળે બનાવી છે તે પણ ભારેખમ વાહનોને કારણે તૂટી જવાની શક્યતા હોવા છતાં પણ આ સ્થળે ચેમ્બર બનાવાનું કારણ સમજી શકાય તેમ નથી, આ રોડ અને પાઇપલાઇન બનાવ્યા અને હજુ ગણતરીના મહિના જ થયા છે ત્યારે આ ચેમ્બર તૂટી ગઈ છે તેના ઉપર મુકવામાં આવેલા ઢાંકણ પણ તૂટી ગયું છે.

આ ગટરલાઇનમાંથી તીવ્ર વાસ આવતી હોય મુસાફર જનતા અને રહીશોનું આરોગ્ય જોખમાયું છે. રાત્રિના દુષિત પાણીથી જે વાસ ઉત્પન્ન થાય છે જેનાથી નજીક રહેતા લોકો માટે તે સ્થળ પર રહેવું કપરું બન્યું છે. વેકેશન પૂરું થતા આજ બસ સ્ટેન્ડ પરથી હજારો વિદ્યાર્થીઓ બસોમાં મુસાફરી કરતા હોય છે ત્યારે આ ચેમ્બર તાત્કાલિક બને તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ ઉઠી છે. ગતરોજ સગીર વયનાં બાળક આ ચેમ્બરનું ઢાંકણું તૂટી ગયું હોય અકસ્માતે ચેમ્બરમાં પડી ગયો હતો.

ટૂંક સમયમાં મરામત કરાવી દેવામાં આવશે
સરપંચ વિજયાબેન નાઈક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચેમ્બરનો ઢાંકણ અને નજીકમાં આવેલ જાહેર શૌચાલય ટૂંક સમયમાં મરામત કરાવી દેવામાં આવશે અને લોકોને પડતી હાલાકીને દૂર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...