પ્રજા મુશ્કેલીમાં:45 દિવસ બંધ રહેલો કોઝવે મરામત બાદ માંડ 4 દિવસ શરૂ રહ્યો ને ફરી ધોવાણ થતાં બંધ થયો

વાલોડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરપોર- પેલાડબુહારી વચ્ચે બનેલા કોઝવે પર પુન: વાહન વ્યવહાર બંધ થતાં મુશ્કેલી
  • કોઝવે 4 દિવસથી બંધ થતાં વિદ્યાર્થીઓ સહિત અનેક ગામની પ્રજા મુશ્કેલીમાં

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીમાં ઉપરવાસમાં ચાર દિવસ પહેલા ધોધમાર વરસાદને પગલે ધોડાપુર આવતા પૂર્ણા નદીમાં આવેલા ચેકડેમ ચોથી વખત પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહાર બંધ થતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર દિવસ પહેલા પૂર્ણા નદીમાં વરસાદનું પાણી વધતાં વિરપોર પેલાડબુહારીની બંને ડૂબેલ રહેતા બંને સાઈટ પર ધોવાણ થયું છે. ફરીવાર બંધ થઈ જતાં વ્યવહાર બંધ થઈ ગયો છે.

વિરપોર પેલાડબુહારી પુણૉનદીના કિનારે આવેલ ચેકડેમની બંને સાઈટ પર મોટાં મોટાં રબરના લીધે માંડ માંડ રસ્તો 45 દિવસથી બંધ રહ્યો હતો. જેની મરામત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને બંને સાઈટ રિપેરિંગ કામ કરતાં રબર નાંખતા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ તારીખ 30.8.2022ના રોજ પૂર્ણા નદીમાં આવેલા પાણીના પ્રકોપ થી વિરપોર પેલાડબુહારી ગામનો કોઝવે બંને છેડે મોટું ધોવાણ થયું છે. અને બાળકોની મુશ્કેલી વધી છે. સ્કૂલ, કોલેજ, શાળામાં ભણતા બાળકોની હાલત ગંભીર બની છે.વાયા બુહારી થી ચકરાવો કરીને જવું પડે છે. વિરપોર ગામના ખેડૂત, ખેતમજુરોની હાલત કફોડી બની ગઈ છે.

પેલાડબુહારી વિરપોરને જોડતા કોઝવે ચેકડેમ પર વ્યવહાર બંધ થઈ જતાં સ્થાનિક લોકોની મુશ્કેલી વધી છે અને એક અઠવાડિયા સુધી જ વ્યવહાર ચાલુ થયો હતો અને તે પણ ધોવાણ થઇ જતાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ફરીવાર સક્રિય થઈ જાય અને આ માર્ગ ઉપર મેટલિગ કરી થોડું બંને સાઈટ પર ક્રોકીટ કામ કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીનો ઉકેલ આવી શકે તેમ છે.

બાળકોને શાળાએ પહોંચવામાં ભારે તકલીફ
પેલાડબુહારી પ્રાથમિક શાળામાં ભણવા માટે 17 જેટલા બાળકો વિરપોર ગામમાં થી આવે છે. આ બાળકોની હાલત દયાજનક બની છે. વિરપોર ગામના વિધૉથીઓએ વાયા બુહારી ચકરાવો કરીને ફરીને આવતાં તકલીફો વધી છે. પેલાડબુહારી વિરપોર ગામના કોઝવે ચેકડેમની મરામત કરવી જરૂરી બની છે તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

કોઝવેને જગ્યાએ પુલ બનાવવાની માગ
વિરપોર, પેલાડબુહારી, બેડચીત, વાંકલા, અંધાત્રી, બહેડા રાયપુરા સહિતના વિસ્તારોમાં અતિ ઉપયોગી એવા પૂર્ણા નદીમાં પુરની પરિસ્થિતિને પગલે કોઝવે વારંવાર પાણીમાં ડૂબી જાય છે. છ જેટલી ગામ પંચાયત દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી છે કે અહીં કોઝવે ચેકડેમને બદલે અહીં મોટા લોલેવલ પુલ નિમૉણ કરવામાં આવે એવી લોક માંગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ધારાસભ્ય, મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...