ભાસ્કર વિશેષ:વાલ્મિકી નદીના પુલના બંને છેડે એપ્રોચ રોડ બેસી ગયો

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલોડ વાલ્મિકી નદીના પુલ પર બંને છેડા પર એપ્રોચ રોડની માટી બેસી જતા એક પુલ પરનો વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો. - Divya Bhaskar
વાલોડ વાલ્મિકી નદીના પુલ પર બંને છેડા પર એપ્રોચ રોડની માટી બેસી જતા એક પુલ પરનો વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો.
  • રાત્રિના સમયે જનસેવા ટ્રસ્ટના સભ્યોએ ખાડો જોઈ વહીવટી તંત્રને સચેત કર્યા

ભાસ્કર ન્યૂઝ | વાલોડ ખાતે ગતરોજ વાલ્મિકી નદીમાં આવેલ ભીષણ પુરને કારણે નદી બંને કિનારે વહેતી હતી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. તે દરમિયાન બુહારી તરફથી વાલોડ તરફ આવતા પુલના છેડે રાત્રિના એકાએક ખાડો એપ્રોચ રોડ પર મુશળધાર વરસાદ અને પૂરના પાણીમાં એક ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો, જે અંગે સ્થાનિક પુલ ફળિયાના જનસેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા વાલોડના એક જાગૃત નાગરિકને જાણ કરી હતી. જાગૃત નાગરિક દ્વારા મામલતદાર જયેશભાઈ પટેલને તથા માર્ગ મકાન વિભાગના એસ.ઓ.ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર અધિકારીઓનો કાફલો પહોંચી પશ્ચિમ દિશા તરફનો પુલ બંધ કરવામાં આવ્યો હતો. ે નદીના પર બે પુલ હોય એક પુલને સંપુર્ણ બંધ કરી દેવાયો હતો. બીજા પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો, જે પુલ પર દક્ષિણ તરફનો છેડો બેસી ગયો હતો ત્યારે આજે સવારે ઉત્તર દિશા તરફનો પણ છેડો પણ વરસાદને કારણે બેસી ગયો હતો, રાત્રીના સમયે જનસેવા ટ્રસ્ટના સભ્યોની નજર પડતાં મોટી દુર્ઘટના ટળી હતી, રાત્રિના સમયે એપ્રોચ રોડ બેસી જતા રાત્રિના એક પુલ બંધ કરી બીજા પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો અને આજે સવારથી જ માર્ગ મકાન વિભાગ તરફથી સાધનો અને મજૂરો દ્વારા એપ્રોચ રોડ ખોદી મેટલ પાથરવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...