ચૂંટણી:પેલાડ બુહારી સેવા સહકારી મંડળી લિ.ની ચૂંટણીમાં ફોર્મ લેવા ધસારો

વાલોડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે ત્રીસ ફોર્મ ઉમેદવારો લઈ ગયા

તાપી જીલ્લાના વાલોડ તાલુકાની સહકારી ક્ષેત્રમાં સૌથી અગ્રીમ પ્રથમ હરોળમાં સ્થાન ધરાવતી પેલાડબુહારી વિરપોર જુથ સેવા સહકારી મંડળી લિ.જેની ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ખેડુત સભાસદો અને સ્થાનિક લોકોમાં ભારે ચહલપહલ જોવા મળી છે. આજે ફોર્મ આપવાની શરૂઆત થઈ હતી જેમાં ત્રીસેક ફોર્મ ઉમેદવારો લઈ જતા શરૂઆત થઈ છે.

પેલાડબુહારી વિરપોર જુથ સેવા સહકારી મંડળી લિ.ના 15 વ્યયવસ્થાપક બોડૅના સદસ્યોની ચુુંટણી થશે. જે પૈકી મહિલા અનામત, એસ.ટી/એસ.સી, નાના સીમાંત વિભાગના ઉમેેદવારો મેદાનમાં ઉતારશે. પેલાડબુહારી સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક ચૂંટણીમાં 638 જેટલા મતદારો છે. જે પૈકી 26 સભાસદો મુદતવિતી બાકીદારો છે. જે નાણાં ભરપાઇ કરશે તો મતદાન કરી શકશે એવું જાણવા મળ્યું છે.

પેલાડબુહારી સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક ચૂંટણીમાં એક જ્ઞાતિના મતદારો સૌથી વધારે હોવાથી અને વ્યક્તિગત રીતે સૌથી વધારે મત મેળવીને જીત મેળવવાની હોય જેને પગલે સભાસદોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...