રામપ્રસાદ બંસીલાલ સુથાર (44), રહે :- શ્રી 3 મંદલમ પાર્ક સોસાયટી,બાજીપુરા તાલુકા, વાલોડ જિલ્લા તાપીની પત્નીએ જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી જણાવ્યું કે મારા પતિ ધંધાના અર્થે બારડોલી રહેતા બાબુલાલ મોહનલાલ શાહ તથા ધર્મેશ બાબુલાલ શાહ બન્ને રહે ડી 16 સનસિટી તેન તા. બારડોલી, જી. સુરત પાસેથી આશરે બે વર્ષ આગાઉ બેંક મારફતે રૂપિયા 7,00,000/- પુરા લીધેલા તેના અવેજમાં તેઓ દ્વારા 13,50,000/- રોકડા તથા 10,00,000/- કરતા વધારાના સોનાના દાગીના તથા અમારા ઘરનુ ગીરો ખત લખાવી લેવા તેમજ પડાવી લેવામા આવેલ છે તેમ છતાં વ્યાજ ખોરો દ્વારા અમારી પાસેથી બીજી 17,00,000/- કરતા વધારાની રકમની પઠાણી ઉઘરાણી કરતા હતા તથા અમારા પરિવારને શારિરીક, માનસિક ત્રાસ આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.
વ્યાજખોરો વિરુદ્ધ અરજી 1.12.2022ના રોજ આપવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી. રામપ્રસાદ બંસીલાલ સુથાર તા.28/12/2022ના રોજ સવારના 9 થી 10 વાગ્યાની આસપાસ બાજીપુરા મુકામે આવેલી તેમની દુકાન નામે જયદેવ ટ્રેડસમાં જાવ છું એવું કહી ઘરેથી નીકળી ગયા હતા. બાજીપુરા એમનાં ઘરમાં તપાસ કરતાં એમના પત્નીને સુસાઇડ નોટ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં રામપ્રસાદ સુથારને વ્યાજ ખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને તેઓના નામ લખેલા છે. આ વ્યાજ ખોરો સામે પોલીસ દ્વારા પગલા લેવામાં ન આવે તો અમો તાપી જિલ્લા સુથાર સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું આવેદનપત્રમાં જણાવી સમગ્ર સમાજે ઉપવાસ ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.