ખેડૂતોને નુકસા:બે દિવસથી વાતાવરણ બદલાતા શાકભાજી પાકને અંશતઃ નુકસાન

વાલોડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીના પાકમાં ઠંડી વધવાને કારણે ફુલ ખરી જાય છે, પાન પીળા પડી જાય છે

તાપી જિલ્લામાં સમાવિષ્ટ ડોલવણ વાલોડ વ્યારા તાલુકામાં છેલ્લાં બે દિવસથી ઠંડી ધીમે ધીમે વધી રહી છે. જેથી શાકભાજીના પાકમાં નુકશાન થઈ રહ્યું છે. વધતી ઠંડીને લીધે ઉત્પાદન પર માઠી અસર થઇ છે ઉત્પાદન ઘટયું છે.જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે.

છેલ્લા બે ચાર દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં ઠંડીમાં વધારો થયો છે.જેને પગલે લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણાં કરી રહ્યા છે. વધતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં ખાસ કરીને ધરતી પુત્રોના ઉભા પાકને નુકસાનની વેઠવી પડી રહી છે. ખેડૂતોના શાકભાજીના તૈયાર પાકને નુક્સાન થઈ રહ્યું છે.

ખેડૂતોએ મોંઘી દવાઓ, બિયારણ, ખાતર નાખીને તૈયાર કરવામાં આવેલા શાકભાજીના પાકમાં વેંગણ, ભીંડા, પરવર, ટિડોળા, દૂધી, કોળા,જેવા શાકભાજીના પાકમાં ઠંડીને કારણે ફુલ ખરી જાય છે અને પાન પીળા પડતાં મોટું નુક્સાન થઈ રહ્યું છે. ખેડૂતોના શાકભાજીના રોકડીયા પાકોમાં નુકશાન થયું છે.

તાપી જિલ્લામાં તાલુકાવાર વાવેતર
તાપી જિલ્લામાં 19.11.2022 સુધીમાં સમાવિષ્ટ તાલુકા પૈકી વાલોડ તાલુકામાં 1288, ડોલવણ તાલુકામાં 398 વ્યારા 1344 ,સોનગઢ 643 નિઝર 188 કુકરમુંડા 355 ડોલવણ 398 વિવિધ પ્રકારના રવિપાકનું વાવેતર કુલ 5371 જેટલું થયું છે જેમાં સૌથી વધુ શાકભાજી સોનગઢ તાલુકામાં 141હેકટર જેટલું થયું છે. જીલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડી પડતાં અંશતઃ નુકસાન થઈ રહ્યું છે .

ઠંડીના કારણે વિકાસ રૂંધાય છે
બે દિવસથી ઠંડી પડતાં શાકભાજી પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે. ખેડૂતોના શાકભાજીના પાકમાં ઠંડીને કારણે વિકાસ રૂંધાય જાય છે. જેની સીધી અસર ઉત્પાદન પર પડી રહી છે. હિતેશ પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...