તાપી જિલ્લાના વાલોડ તાલુકાની સૌથી વધારે ટનૅઓવર અને અને કિશાન ક્રેડિટમાં ધિરાણ કરતી અગ્રીમ પેલાડબુહારી વિરપોર જૂથ સેવા સહકારી મંડળીના મુખ્ય ઓફિસ પર નાબાર્ડ અને ધી. સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક દ્વારા કિશાન ક્રેડિટ એક્ટીવેશન કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ વાન આવી પહોંચતાં ખેડૂત સભાસદોના કાડૅ એક્ટીવેશન કરવામાં આવ્યા હતાં જેમાં ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
પેલાડબુહારી સેવા મંડળી ખાતે સુ ડી. કો. બેંક બુહારી શાખાનાં મેનેજર રાહુલભાઈ તરવાડી, લોન કલાકૅ વિરેન ગામીત, એગ્રી આસિસટન્ટ સાગર પગારે, કૃણાલ રબારી, FLC આકાશ ભટ્ટ વિશાલ પટેલ,ખેડુત સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોબાઈલ વાનમાં આવેલ અધિકારીઓએ કિશાન ક્રેડિટ કાડૅની સમજ ઉપસ્થિત ખેડૂતોને આપવામાં આવી હતી. અને વધુ ને વધુ ઉપયોગ કરવા માટે ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નાબાર્ડ અને ધી.સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ વાઈસ અને ચેરમેન સંદીપ ભાઈ દેસાઈના માગૅદશૅન હેઠળ મોબાઈલવાન દ્વારા કિશાન ક્રેડિટ કાડૅ એક્ટીવેશન કાર્યક્રમ પેલાડબુહારી, અંધાત્રી, ગોડધા, બાજીપુરા, દેલવાડા, વાલોડ સહિતની વિવિધ મંડળીના ખેડૂત સભાસદો 260 જેટલા KCC એટીએમ કાર્ડ એકટીવેટ કરવામાં આવ્યા છે.
સુડીકો બેંકના બુહારી શાખાનાં મેનેજર રાહુલભાઈ તરવાડીએ જણાવ્યું કે બેંક આપણા ઘર આંગણે આવી છે. તાલુકાની દરેક સેવા સહકારી મંડળી પર ખેડૂત સભાસદોને કિશાન ક્રેડીટ કાર્ડ ATM કાડૅ આપવામાં આવી રહ્યાં છે, જેનો લાભ દરેક ખેડૂત સભાસદોએ લેવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.