ફરમાન:તાપી જિલ્લામાં પ્રાથમિક શાળાની ગ્રાન્ટ માટે ICICI બેન્કમાં ખાતા ખોલાવવા ફરમાન

માયપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક જ શાખા વ્યારામાં હોય પ્રા. શિક્ષકો માટે જાએ તો કહા જાએ જેવી પરિસ્થિતિ
  • એસએમસી, સીઆરસી તથા બીઆરસી બેન્ક એકાઉન્ટ ICICIમાં ખોલવા બાબતે અવઢવ

તાપી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં મળતી ગ્રાન્ટનાં નાણાંકીય વ્યવહાર માટે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત એસએમસી તથા સી.આર.સી.અને બી.આર.સીના બેંક ખાતા આઇસીઆઇસીઆઇ બેન્કમાં ખાતા ખોલવાના આદેશ થયા છે. તાપી જિલ્લામાં માત્ર વ્યારા ખાતે બેંક હોય નિઝરના છેવાડાથી લઈ વાલોડ સુધીના આવતા તમામ પ્રાથમિક શિક્ષકો માટેના તકલીફો પડશે અને આ દોડાદોડીથી બાળકોના શિક્ષણ પર માઠી અસર પડવાની પણ શંકા સેવાઈ રહી છે.

સમગ્ર શિક્ષા અંતર્ગત ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની સુચના મુજબ સિંગલ નોડલ એજન્સી એટલે કે ઝીરો બેલેન્સનો નોન ફંડેડ બેંક એકાઉન્ટ તમામ સ્તરે ખોલવા જણાવેલ છે, જેમાં ગુજરાતમાં માટે આઇસીઆઇસીઆઇ બેન્કને સિંગલ નોડલ એકાઉન્ટ તરીકે નિમણૂક કરેલ છે. સિંગલ નોડલ એજન્સીને હવેથી એસએનએ તરીકે ઓળખાય છે. જિલ્લા બ્લોક અને ક્લસ્ટર લેવલના બેન્ક એકાઉન્ટ આઇસીઆઇસીઆઇ બેન્કમાં ખોલાવેલ છે. એસ.એમ.સી, એસ.એમ.સી.ડી.સી. તથા કે.એમ.સી. કક્ષાના બેંકના ખાતા ખોલવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

એસ એમ સી કક્ષાએ હાલ બેંક ખાતા કાર્યરત છે, જેમાં એક એસ એમ સી બેન્ક એકાઉન્ટ છે. સમગ્ર શિક્ષણ હેઠળની ગ્રાન્ટ માટેનું બેંકનું ખાતું છે અને બીજું એસએમસી એજ્યુકેશન ખાતા જે જી. ઓ. જી હેઠળની ગ્રાન્ટ માટેનું ખાતું છે. હાલ આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું ખોલવાની સૂચના આધારે તાપી જિલ્લામાં માત્ર વ્યારા ખાતે આઈસીઆઈસી બેંકની શાખા છે. એ સિવાય પુરા જિલ્લામાં બેન્કની અન્ય કોઈ શાખા નથી.

બેંક સાથેનો વ્યવહાર કરવાનો થાય ત્યારે શિક્ષકો આવા સમયે સમય અને નાણાંનો પણ વ્યય થાય, નાણાકીય લેવડ દેવડ અને વહીવટી પ્રક્રિયા પાછળ શિક્ષકોની દોડાદોડીથી બાળકોના શિક્ષણને માઠી અસર પડવાની સંભાવના રે છે, જે ગ્રાન્ટ આવે તેમાં સ્થાનિકો પાસે કામ કરવાનું હોય ત્યારે ગામડાના માણસો, મજૂરો, કડિયા, કારીગરો પાસે આઇસીઆઇસીઆઇ બેન્કનું ખાતું ન હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આઈ.સી.આઈ.સી. આઈ. બેંકમાં સંસ્થાનું પાનકાર્ડ ફરજિયાત મંગાવય છે, જે બાબતે પણ સરકારી કર્મચારીના ખાતા એસ.એમ.સી.નું ટ્રાન્જેક્શન બતાવાથી ઇન્કમટેક્સમાં ઓનલાઇન ટેક્સ બાબતે મુશ્કેલી ઊભી થવાની આશંકા છે, જેથી આ બાબતે હાલ અંદરો અંદર વિરોધ અને આક્રોશ ફેલાયો છે.

સ્થાનિક અધિકારીઓ ખાતા ખોલાવવા બાદ મુખ્યશિક્ષકોને પડનારી તકલીફ અંગે ઉચ્ચ કક્ષાએ હકીકત જણાવીને વિરોધ કરવાને બદલે , જી હજુરીયા બની અધિકારીઓને વ્હાલા થવા શિક્ષકો પર જોહુકમી ચલાવે છે. નિઝર તાલુકાના છેવાડાના શાળા માટે શિક્ષકે વ્યારા સુધી નાણાકીય લેવડ દેવડ માટે લંબાવું પડશે.

અગાઉ 10 કિ.મી.ની અંદર બેંકમાં ખાતા ખોલાતા હતા
આજદિન સુધી 10 કી.મી.ની ત્રીજ્યામાં નજીકમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતું હોય શિક્ષકોને મુશ્કેલીઓ પડતી ન હતી, પરતું હવે શિક્ષકોનો સમય અને વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય સાથે ચેડા થવાની આશંકાઓ સેવાઈ રહી છે. નિઝરના પ્રાથમિક શિક્ષકે 100 કી.મી. નું અંતર કાપી વ્યારા ખાતે નાણાકીય લેવડ દેવડ માટે આવવું પડશે. જે કલ્પના કરવી મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...