તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના અંતરિયાળ મંગળીયા ગામમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઉદભવતા પિવાના પાણી માટે ફાંફાં મારવાનો સમય આવતાં અને ખાડા ખોદીને પાણી ભરવા જતાં સ્થાનિક લોકોમાં ભભૂકતો રોષ ફેલાયો છે સરકાર ની નલ સે જળ યોજના જાણે નિરથૅક બની છે. ત્યારે દિવ્યભાસ્કરમાં પાણીની સમસ્યાનો અહેવાલ સહતસવીર પ્રસિદ્ધ થતાં તાત્કાલિક અસરથી પાણીની વ્યવસ્થા કરવામાં માટે વાસ્મોની ટીમ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળામાં કુવા, બોરમાં જળસ્તર ખેંચાઈ જતાં પાણીની ખેંચાઈ જતાં. મંગળીયા ગામમાં છેલ્લાં ઘણાં સમયથી કુંભાવ ફળિયામાં પાણીની સમસ્યા ઉદભવી હતી છે પાણીની વ્યવસ્થાના અભાવે ગામજનોએ પાણી મેળવવા માટે ખાદો ખોદવાની નોબત આવી હતી. જેનું રિપેરિંગ ના અભાવે ગામજનો એ ત્રણ ચાર ફૂટ જેટલા ઊંડા ખાડા માં ઉતરી ને પાણી મેળવવા માટે મજબુર બન્યા હતાં.
મંગળીયા ગામમાં કુંભાવ ફળિયામાં રહેતા લોકોએ વારંવાર રજુઆત કરી હોવા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેનો અહેવાલ સહતસવીર અહેવાલ પ્રસિદ્ધ થતાં વાસ્મો વ્યારાના આસિસટન્ટ ઈજનેર અમિતભાઈ ચૌધરી ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને કુભાવ ફળિયામાં પાણીની સમસ્યા બાબતે નિદશૅન કરીને જે વિસ્તારમાં ફોસૅથી પાણી જતું ન હતું તાત્કાલિક અસરથી રિપેરિંગ કરવામાં આવ્યું હતું. લાઈન નું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. પાણીની વ્યવસ્થા થઈ જતાં સ્થાનિક લોકોએ દિવ્યભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.