કાર્યવાહી:વાલોડમાં વોટરવર્ક્સની લાઈન પર દબાણ દૂર કરવા નોટિસ

માયપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણથી ખાડકૂવાનું પાણી કોઈક જગ્યાએ ભળતું હોવાની શંકા

વાલોડ ખાતે વોટર વર્કસની પાણીની પાઇપ લાઇનમાંથી પીપળ ફળીયામાં દુષિત પાણી છેલ્લા 7થી 8 માસથી સપલાય થતું હોવાની ઘટના બની રહી હોવાથી તપાસ કરતા કેટલાક લોકોએ પાઈપલાઈન ઉપર સરકારી જમીનમાં દબાણ કરી ખાળકૂવાઓ કે સંડાસ બનાવ્યા હોવાથી આવા દબાણો દૂર કરવા નોટિસો રૂબરૂ આપવા કર્મચારીઓ ગયા હતા. નોટિસો દબાણકર્તાઓએ ન સ્વીકારતા ટપાલ દ્વારા નોટિસ આપી છે.

વાલોડમાં વોટરવર્ક્સની લાઇનમાં પીપળ ફળિયામાં 7થી 8 માસથી પાણીના નળમાંથી પ્રથમ 10થી 15 મિનિટ સુધી ગંદુ દુર્ગંધ મારતું પાણી આવે છે. આ વિસ્તારના 20થી 25 ઘરોમાં દુષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઉઠતા પંચાયત દ્વારા તપાસ કરતાં વાલોડ પીપળ ફળિયામાં રહીશોએ મકાન પાછળના ભાગમાં સરકારી જમીનમાં સેફટી ટેન્ક કે ખાળકુવા બનાવેલ છે તે અંગે તલાટી અને સરપંચ દ્વારા નોટિસ આપી છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે જે સેફટી ટેન્કનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતા વાસ મારતુ પાણી આવે છે, જેથી રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા હોય દિન ત્રણમાં જે બાંધકામ સરકારી જગ્યામાં છે તે દૂર કરવુ અને જો તેમ કરવામાં ચૂક કરે અને રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી દબાણકર્તાઓની રહેશે અને તેમની ઉપર કાર્યવાહી કરાશે. જો તેમ ન કરતા પંચાયત જાતે બાંધકામ દૂર કરશે, જે અંગેની નોટીસ વાલોડ સરપંચ તથા તલાટી દ્વારા કેટલાક રહીશોને રૂબરૂ જઇને આપવા છતાં નોટિસ ન સ્વીકારતાં ટપાલ મારફત નોટિસ પહોંચાડી છે.

અન્ય સમાચારો પણ છે...