શાસકોએ કામગીરી શરૂ કરી:વાલોડમાં ગેસ લાઇનના ખાડામાં આખરે મેટલનુ પુરાણ શરૂ

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલોડમાં ખોદેલ ગેસ પાઇપલાઇનના ખાડાઓમાં મેટલનુ પુરાણ આખરે શરૂ. - Divya Bhaskar
વાલોડમાં ખોદેલ ગેસ પાઇપલાઇનના ખાડાઓમાં મેટલનુ પુરાણ આખરે શરૂ.
  • કામગીરી ન કરતા મોટી તકલીફો બાદ હાલના શાસકોએ કામગીરી શરૂ કરી

વાલોડ નગરમાં થયેલ ગેસ લાઇનની કામગીરીમાં હોદાથી ઉપર ઉઠી ઠરાવો કરાવી ગેસ લાઈનની કામગીરી માટે લાલ જાજમ બિછાવી કામગીરી કરાવી વાહવાહી લઇ લીધા બાદ બાદ જે ખોદકામ થયું હતું. તેમાં કામગીરી ન કરતા દિવ્ય ભાસ્કરે સમાચારો પ્રકાશિત કરતાં ઉચ્ચ કક્ષાએથી સદર કામગીરી કરવા જણાવતા આખરે મેટલનું પુરાણ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી પાંચ દિવસમાં પૂર્ણ કરવા પત્ર વ્યવહાર ઉચ્ચ સ્તરે કરવાનું ગ્રામ પંચાયતે બાહેધરી આપી હતી.

ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનનાં ખોદકામ પછી મરામતની કામગીરી સરકાર સાથે થયેલ કરાર મુજબ ગુજરાત ગેસ કંપનીની જ હતી, પરતું ગુજરાત ગેસ કંપની દ્વારા તત્કાલીન શાસકો પાસે કામગીરી કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયત પોતે કરશે એવા ઠરાવ કરી કરાવી કામગીરી શરૂ કરાવી હતી, તત્કાલીન સરપંચ, સભ્યો અને કહેવાતા કેટલાક રાજકીય આગેવાનો ગુજરાત ગેસ લાઇન માટે લાલ જાજમ બિછાવામાં આવી હતી.

ગેસ લાઇનની કામગીરી થયા બાદ મેટલ કામ કરી જેના ઉપર નીકળેલ પેવર બ્લોક બેસાડવાની ફરજ હતી તે પદાધિકારીઓ અને અગ્રણીઓએ કામગીરી ન કરાવી હતી, ત્યારબાદ પંચાયતની ચૂંટણી અને નવી બોડી આવતા કામગીરી ન કરાવવા કેટલાક સભ્યો દ્વારા એડીચોટીનું જોર લગાવી સરપંચ તલાટીને દબાણ કરી કામગીરી અટકાવી હતી.

ગામના હિત માટે તાત્કાલિક મેટલનું પુરાણ કરી બ્લોક બેસાડવામાં આવે તો રોજીંદીની ક્રિયા અને વાહનનો ફસાઈ જવાને કારણે લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ હતું. રોજેરોજ વાહનો ફસાઈ જવાની ઘટના અંગે દિવ્ય ભાસ્કરમાં સમાચારો પ્રકાશિત થતા ઉચ્ચ અધિકારીઓએ ગ્રામ પંચાયતને કામગીરી કરવા સૂચના આપતા પાંચ દિવસમાં કામગીરી પૂર્ણ કરવા બાહેધરી આપી તલાટી મહેશભાઇ, સરપંચ વિજયાબેન નાઈક, ઉપસરપંચ અપૂર્વ વ્યાસ, સભ્ય રવી શાહ સહિત કેટલાક સભ્યો બીએસજીની ટ્રકો અને મજૂરો લઈ કામગીરી કરવા ગામમાં નીકળ્યા હતા. પ્રથમથી જ સતર્કતા બતાવી કામગીરી કરવામાં આવી હોત તો લોકોએ તકલીફોનો સામનો કરવો પડ્યો ન હોત અને ખર્ચનું ભારણ પણ ઓછું થયુ હોત.

અન્ય સમાચારો પણ છે...