વાલોડ તાલુકાના બાજુપરા ગામની સીમમાં જૂની સોમા કંપની પાસે સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામના પિતા પુત્રને પાછળથી આવતા અજાણ્યા વાહને ટક્કર મારી વ્હીલની નીચે દબાઈ જતા પિતા પુત્રનું કરુણ મોત સ્થળ પર જ નીપજ્યું હતું, આ પિતા પુત્ર પોતાની ભાણેજ- દોહિત્રીને વાલોડ સરકારી દવાખાનામાં દાખલ કરેલ હોય તેને મળવા આવતા હતા ત્યારે કરુણ ઘટના બની હતી.
સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ખાતે રહેતા જીગ્નેશભાઈ નવીનભાઈ નશાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 55 તથા તેમનો પુત્ર જીગ્નેશભાઈ નવીનભાઈ ચૌધરી ઉંમર 33 પોતાની હોન્ડા યુનિકોન મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 26 F 0569 પર કડકા ચીખલી થી નીકળી વાલોડ સરકારી દવાખાને પોતાની ભાણેજ અને દોહીત્રી નીરલબેન મિનેશભાઈ ચૌધરી બીમાર હોય તેમને મળવા ખડકાં ચીખલી થી વાલોડ આવી રહ્યા હતા, વાલોડ ખાતે સરકારી દવાખાનામાં આવતા હતા.
આ દરમિયાન દોહિત્રીને વાલોડ ખાતેથી વધુ સારવાર અર્થે વ્યારા ખસેડતા તેઓ વ્યારા ખાતે દોહિત્રીને દાખલ કરી હોય અને તે અંગેની જાણ કરતાં વાલોડ ખાતે આવતાં બંને પિતા પુત્ર બાજીપુરા ખાતેથી ફરી પાછા વ્યારા જતા હોય તે અરસામાં બાજીપુરા ગામની સીમમાં આવેલ સોમા કંપની ની સામે નેશનલ હાઇવે નંબર 53 ઉપર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લઈ બંને પિતા પુત્રનું કમ કમાટી ઉપજાવે એ રીતે મોત નિપજાવ્યું હોવાની ઘટના બની હતી.
આ બાબતની જાણ તેમના સબંધી મિતેશભાઈ અશોકભાઈ ચૌધરીને રાત્રીનાં 2:30 કલાકે તેમના સાળા નાં ફોન પરથી ફોન આવતા જાણ થઈ હતી, બન્ને પિતા પુત્રની લાશ છુંદાઈ ગયેલ હાલતમાં મળી હતી, આ બાબતે વાલોડ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.