અકસ્માત:બહેનોને તેડવા જઇ રહેલા મહુવાના યુવકની બાઇક સ્લીપ થઇ જતા મોત

વાલોડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુહારી-જામણીયા માર્ગ ઉપર બાઇક સ્લીપ થતા મહુવાના બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. મહુવા પઠાણ ફળિયામાં રહેતા પ્રવિણભાઇ છગનભાઇ પ્રજાપતિના પુત્ર મયુર ઉંમર વર્ષ 18 પોતાના ઘરેથી બે બહેનો ક્રિષ્ના અને કિંજલને લેવા નીકળ્યા હતા, પરંતુ રાત્રે 11 વાગ્યા સુધી મયુર ઘરે ન આવતા તેના પિતા તેમની મોટરસાઇકલ ઉપર દીકરાની શોધખોળ માટે નીકળ્યા હતા. ત્યારે કલકવા બુહારી રોડ ઉપર પસાર થતા હતા તે દરમિયાન જામણીયા પાસે પૂછપરછ કરતા એક મોટરસાયકલ રોડ પર પડી હતી જેનું રજીસ્ટ્રેશન નંબર GJ 05 AN 0412 હતું.

મોટરસાયકલ તેમની હોવાની ઓળખ થતાં મયુર અંગેની પૂછપરછ કરતા મયુરને વાલોડ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ પ્રવીણભાઈ વાલોડ પહોંચતા મયુરને વધુ સારવાર અર્થે વાલોડથી સુરત સિવિલ લઇ જવાયા હતા જ્યા મયુરને માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી અને બેભાન અવસ્થામાં સારવાર હેઠળ હતો, જેમાં મયુરનું તા. 4/6/2022 ના રોજ મોડી સાંજે સારવાર દરમિયાન મરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...