કાર્યક્રમ:વાલોડમાં પોલીસ અધિક્ષકની હાજરીમાં લોક દરબાર યોજાયો

માયપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં લોક દરબાર યોજાયો. - Divya Bhaskar
તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં લોક દરબાર યોજાયો.
  • પોલીસ કામગીરીથી સંતુષ્ટ હોવાનો લોકોનો અભિપ્રાય

વાલોડ તાલુકા મથકે આજરોજ ગણેશ મંદિરમાં પોલીસ અધિક્ષક રાહુલ પટેલના અધ્યક્ષ સ્થાને પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ અધિક્ષક તાપીને પુષ્પ દ્વારા અબ્દુલ શેખ, વિશાલ દેસાઈ, પરિતોષ શાહ અને ઉપસરપંચ અપૂર્વ વ્યાસ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અને વહીવટીતંત્રને લગતા પ્રશ્નો બાબતે પ્રશ્નોત્તરી કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જેમાં ખાસ કરીને પોલીસ અધિક્ષક તાપી દ્વારા ચોરી કે આકસ્મિક બનાવ બાબતે સીસીટીવી કૅમેરા અંગ વિસ્તૃત ચર્ચા કરી હતી. ભંગારના મુદ્દે, ચોરીના મુદ્દે, રાત્રે પેટ્રોલીંગ, અસામાજિક તત્ત્વોના બાબતે તથા ગેરકાયદે બાંધકામ બાબતે પ્રશ્નોત્તરી હાજર રહેલ અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં મહદંશે પોલીસની કામગીરીથી સંતુષ્ટ હોય એવો લોકોએ અભિપ્રાય આપી પ્રશ્નોત્તરીમાં પોલીસની કામગીરી યોગ્ય હોવાની સાબિતી આપી હતી.

ખાસ કરીને આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સી.એમ.જાડેજા, સીપીઆઈ રબારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જે. પંચાલ તથા વાલોડ તાલુકાના સમીરભાઈ ભક્ત, મઢી સુગર ફેક્ટરી ચેરમેન,સરપંચ વિજયાબેન નાઈક, ઉદયભાઇ દેસાઈ ઉપપ્રમુખ એપીએમસી, સહકારી અગ્રણી આશિષભાઈ ભક્ત, બિલાલ બાંગી, અબ્દુલ શેખ વગેરે રાજકીય તથા સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...