હાશકારો:પાટીમાં કાકાબળીયા મંદિર ફળિયામાં દીપડો પાંજરે પુરાયો

વાલોડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામમાં છેલ્લાં ઘણાં સમયથી હિંસક દિપડાઓ રહેણાંક વિસ્તારમાં નીકળી આવતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ગામમાં હિંસક દીપડાએ રાત્રિના સમયે ત્રાડ નાખતા લોકોએ નિકળવું મુશ્કેલ બન્યું હતું. પાટી ગામમાં કાકાબળિયા ફળિયામાંથી એક હિંસક દીપડો પાંજરે પુરાયો હતો.

પાટી ગામમાં કાકા બળીયા મંદિર ફળિયામાં ઘણાં સમયથી દરરોજ રહેણાંક વિસ્તારમાં છ વાગ્યા પછી વિચરણ કરતા દીપડો નજરે પડતાં ડરનો માહોલ હતો અને દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું અને મારણ મુકવામાં આવ્યુ હતું. મંગળવારે રાત્રિના સમયે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.પાટી ગામમાં બુધવારે સવારે હિંસક દીપડો પાંજરે પુરાઇ ગયો હતો. દીપડાને જોવા માટે ગામમાંથી લોકતોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાટી ગામમાંથી સરપંચ દ્વારા વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી .

અન્ય સમાચારો પણ છે...