કોરોના:જ્યાં એકાદ કેસ માંડ મળતો હતો તે તાપી જિલ્લામાં શનિવારે 5 કેસ

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ સફાળું થઇ જાગ્યું છે, પરંતુ લોકોને ગંભીરતા જેવું ન રહેતાં જિલ્લામાં આજે એક સાથે 5 સંક્રમિત આવ્યા છે.

આજરોજ તા.9મી ના રોજ જિલ્લામાં એક સાથે 5 કેસ મળી આવ્યા છે, જિલ્લામાં એકાએક સંક્રમણ વધતા પંથકમાં ચિંતાના વાદળો ઘેરાયા છે, જિલ્લામાં એક જ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ આવતા સોપો પડી ગયો છે. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 604 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 5 કેસ પોઝીટીવ મળતાં હાલ એક્ટિવ કેસ 10 થયા છે, આજરોજ એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી, આજરોજ કોરોનાને કારણે કોઈ મોત થયું નથી. વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ મળી આવેલ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...