લોકોમાં ડરનો માહોલ:પેલાડબુહારી ગામમાં દીપડીનું એક વર્ષનું બચ્ચું પાંજરે પુરાયુ જ્યારે પરિવાર હજુ વિચરણ કરે છે

વાલોડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામમાં હિંસક દિપડી નું એક વર્ષ નું બચ્ચું પુરાયુ જ્યારે પરિવાર હજુ વિચરણ કરે છે. - Divya Bhaskar
તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામમાં હિંસક દિપડી નું એક વર્ષ નું બચ્ચું પુરાયુ જ્યારે પરિવાર હજુ વિચરણ કરે છે.
  • ઠેરઠેર હિંસક દીપડાનો અવાજ આવતા ગામ લોકોએ નીકળવું મુશ્કેલ બન્યું

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામમાં છેલ્લાં ઘણાં સમયથી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં નીકળી આવતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ઠેરઠેર હિંસક દીપડાનો અવાજ આવતા લોકોએ નિકળવું મુશ્કેલ બન્યું છે. પેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાંથી એક વષૅની દિપડી સાંજે સાત વાગ્યે પાંજરૂ ગોઠવ્યું હતું અને રાત્રે નવ વાગ્યે પાંજરામાં પુરાઇ ગઈ હતી.

મળતી માહિતી મુજબ પેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાંથી છેલ્લાં ઘણાં સમયથી હિંસક દીપડાઓ નદી કિનારે ઝાડી ઝાંખરામાં નિવાસ કરી રહ્યા છે. ગત બે દિવસ પહેલા કાર સામે દીપડાનો પરિવાર વિચરણ કરતા આવી પહોંચ્યા હતા. જોકે આ ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્થળ નિદશૅન કરીને પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું અને પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.

બચ્ચું પુરાતા પરિવાર પાંજરાની આસપાસ આવી ગયો
પેલાડબુહારી ગામમાં મોરા ફળિયા દીપડાને પકડવા માટે શિલ્પા દેશમુખ આર એફ.ઓ. મહુવા રેંજને રજૂઆત કરવામાં આવી હતી. પેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું અને પાંજરામાં મારણ પણ મુકવામાં આવ્યું હતું.

રાત્રિના સમયે મરઘી ખાવાની લાલચમાં પાંજરે પુરાઇ ગયું હતું. જોકે દિપડી પાંજરે પુરાઇ જતાં એનાં માતાપિતા પાંજરાની આજુબાજુ અડિંગો જમાવીને બેસી ગયા હતા. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વનવિભાગના કર્મચારીઓ અર્જુન ભાઈ, ઇમરાન વૈદ દ્વારા કબજો લઈ લીધો હતો. જંગલમાં છોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

દીપડો અને દીપડી હજુ ફરી રહ્યાં છે
પેલાડબુહારી ગામમાં એક દીપડાનું પરિવાર વિચરણ કરી રહ્યું છે, જે પૈકી એક બચ્ચું પુરાયુ છે જ્યારે કદાવર હિંસક દીપડો અને દીપડી બાકી છે. દીપડીને પાંજરે પુરવામાં આવે એવી લોકમાગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...