રેસકયુ:પાટી ગામે મોરનો શિકાર કરવાની લહાયમાં દીપડો કૂવામાં ખાબક્યો

વાલોડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ દ્વારા કૂવામાં સીડી ઉતારી દીપડાને બહાર કાઢવામાં આવ્યો

ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હિંસક દિપડાઓ એ રહેણાંક વિસ્તારમાં આતંક મચાવ્યો છે. ઠેર ઠેર હિંસક દિપડો ઓ નજરે પડતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. આજે મધ્યરાત્રિએ એક હિંસક દિપડો મોરનો શિકાર કરવા જતા ભુગર્ભ ગટર યોજનાના કુવા માં પડ્યો હતો. ડોલવણ તાલુકાના પાટી ગામમાં મંદિર ફળિયામાં એક હિંસક દિપડાનો પરિવાર વિચરણ કરી રહ્યો હતો અને મંદિર ફળિયામાં મનુભાઈ છોટુભાઈ પટેલ ના ઘરે ભુગર્ભ ટાંકાની આજુબાજુમાં ઝાડ આવેલા છે આ ઝાડ પર મોરનો નિવાસ કરે છે.

આજે મધ્ય રાત્રિએ અઢી વાગ્યે ના સુમારે હિંસક દિપડાએ ઝાડ પર બેઠેલા મોરના પર તરાપ મારતાં હિંસક દિપડો કુવામાં પડ્યો હતો અને રાત્રિની સમયે હિંસક દિપડોએ ત્રાડ નાખતા અવાજ થી લોકોમાં ભય ફેલાયો હતો.

પાટી ગામમાં મંદિર ફળિયામાં દિપડો કુવામાં પડતાં ગામના આગેવાન દિલખુશ ભાઈ વનવિભાગના ઉનાઈ રેન્જ ફોરેસ્ટર અમરસિંહ ભાઈ અને અધિકારીઓને જાણ કરતાં સવારે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દિપડાને રેસકયુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને કુવામાં નિસરણી(સીડી) ઉતારવામાં આવી હતી.જોકે હિંસક દિપડો સીડી પર થી બહાર નીકળ્યો હતો અને પલાયન થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...