આક્ષેપ:કલકવામાં કોન્ટ્રાકટર બે વખતથી પાણી સમિતિ સામે હાજર ન થતાં કામગીરી સામે પ્રબળ શંકા

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 નવેમ્બરના રોજ કોન્ટ્રાક્ટરને ફરી હાજર રહેવા જણાવાયું હોય ગ્રામજનોની નજર સમિતી પર
  • પાણીની પાઇપ લાઇનની કામગીરી યોગ્ય થઇ નથી કેટલીક જગ્યાએ જૂના પાઇપનો જ ઉપયોગ કરાયાનો આક્ષેપ છે

ડોલવણ તાલુકાના કલકવા ગામે નલ સે જલ યોજનામાં થયેલ કામગીરી બાબતે પ્રશ્નો ઉદ્દભવ્યા બાદ વાસમોની ટીમના દ્વારા કલકવા ગામની મુલાકાત લઈ પાણી સમિતિની રચના કરી હતી. જે કમિટીનાં રિપોર્ટ બાદ જ કોન્ટ્રાકટરની ચુકવણું થવાનું હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા પાણી સમિતિના સભ્યો સામે બે વખત હાજર થયો ન હોય આવતીકાલ તા. 2 જીના રોજ હાજર થશે કે કેમ એ પ્રશ્ન છે.

કલકવા ગામે કેટલાક દિવસોથી નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં તમામ ફળિયાઓને આવરી લેવા માટે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી બાબતે ગ્રામજનોને પાઇપલાઇનમાં યોગ્ય રીતે કામગીરી થઈ ન હોય. કામગીરીમાં જુની પાઇપલાઇનનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોય, કેટલા વિસ્તારોમાં કામગીરી ન કરી હોવા બાબતે, વાલ્વ યોગ્ય માત્રામાં ન નાખ્યા હોય તેવા પ્રશ્નોને લઈ ગ્રામજનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા હતા.

જે બાબતે વાસમોની ટીમ આવી ગામમાં પાઇપ લાઈનમાં થયેલ કામગીરી બાબતે અસંતોષ હોય ગામમાં પાણી સમિતિની રચના થઇ હતી. સમિતિ દ્વારા ગામમાં થયેલ કામગીરીના માપ, કામ કોન્ટ્રાક્ટરની રૂબરૂ જોઈ તપાસી તે અંગેના રિપોર્ટ વાસમોને કર્યા બાદ વાસમો રિપોર્ટના આધારે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ ચુકવણી કરવાની હોય કોન્ટ્રાક્ટર કામગીરી બાબત પાણી સમિતિ સમક્ષ બે વખત વાયદાઓ કરી હાજર ન થયા હતા.

હાલ સુધી કોન્ટ્રાક્ટરનું ચુકવણું અટકાવી દેવામાં આવેલ છે. પાણી સમિતિના રિપોર્ટ વિના કોઈપણ ચુકવણું થવાનું નથી, જેથી કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરીમાં સમિતિ સમક્ષ ઉપસ્થિત થઈ કામગીરી અંગે કામ અને માપની તપાસ કરાવશે ત્યાર બાદ યોગ્ય લાગશે તો જ નાણાંની ચૂકવણી કરવામાં આવશે. હાલ કલકવા ગામમાં પાઇપલાઇનમાં વાપરવામાં આવેલ પાઇપોના બિલ અંગે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

બબ્બે વખત મજૂરો,જેસીબી ન હોવાના બહાના કરી પાણી સમિતિ સમક્ષ કોન્ટ્રાકટર હાજર થયો ન હોય આવતીકાલ તા. 2 જી ના રોજ કોન્ટ્રાકટર તેની કામગીરી અંગે પાણી સમિતિ સમક્ષ હાજર થવાના હોય તે હાજર રહેશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

જો કોન્ટ્રાકટર હાજર ન થાય તો આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા પાણી સમિતિ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગમાં રજૂઆતો કરશે કે કેમ તે બાબતે ગ્રામજનોમાં ઉત્સુકતા વધી છે. કામગીરી વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂર્ણ કરવાની જવાબદારી હોય કામગીરીમાં ઢીલ કેમ થઇ રહી છે. વાસ્મોના સર્કલ ઓફિસર અમિતભાઈનો સંપર્ક કરવા ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો.

કોન્ટ્રાક્ટરનુંં ચૂકવણું અટકયું
કલકવા ગામની નલ સે જલ યોજનામાં કલકવા ખાતે કામગીરી જોઈ અધિકારીઓ અચંબામાં પડયા હતા અને કોન્ટ્રાક્ટરનું ચુકવણું અટક્યું છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા પાણી સમિતિ સમક્ષ હાજર ન થઇ અધૂરી કામગીરી મુકવામાં આવે તો તે માટે જવાબદારી અધિકારીઓની ઉત્પન્ન થાય.

અન્ય સમાચારો પણ છે...