દબાણ મુદ્દે બબાલ:ડુમખલની ગૌચરમાં દબાણ કરનારને નોટિસ અપાઇ તો તેણે જ વધુ 9 દબાણકર્તાઓના નામ તંત્રને આપ્યા

માયપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો હું પાણીમાં ડુબિશ પરંતુ બીજાને પણ સાથે લઈ ડુબિશની કહેવતને સાચી પાડતો કિસ્સો

વાલોડ તાલુકાના ડુમખલ ગામે ગૌચરમાં દબાણ કરનારા 1ને નોટીસ ફટકારાતા તેણે અન્ય 9 દબાણકર્તાના નામ તંત્રને આપી તેમની સાથે પણ કાર્યવાહી કરવાની માગ કરી હતી. જેને લઇ ગામનો માહોલ ગરમાયો હતો.

વાલોડ તાલુકાના ડુમખલ ગામે સરકારી ગૌચર જમીન જેનો સર્વે નંબર 16 માં મકાનનું પાકુ બાંધકામ બંધાતું હોવા અંગે ફરિયાદ કરાતા ગ્રામ પંચાયત લેવલે થી તલાટી કમ મંત્રી દ્વારા તાત્કાલિક ગેરકાયદે થઇ રહેલા બાંધકામને અટકાવવા બાબતની નોટિસ દબાણકર્તા જયેશભાઈ દલુભાઈ ગામીત ને આપવામાં આવેલ હતી.

ત્યારબાદ તા. 4 થી માર્ચના રોજ જેની સામે ગૌચરમાં દબાણ કરી આરસીસીનું મકાન બાંધકામ કરવાના આક્ષેપો થઈ રહ્યા હોય તેવા જયેશભાઈ દલુભાઈ ગામીત રહે ડુંમખલનાઓએ તલાટી થી લઇ કલેકટર તાપી સુધીના અધિકારીઓને લેખિતમાં અરજ કરી જણાવ્યું હતું કે 1960 થી લઈ આજ દિન સુધી ગૌચર જમીનમાં આ મકાનો આવેલ છે અને તેમનું ઘર જુનુ પુરાણું હોય જર્જરીત અને બિસ્માર હાલતમાં હોવાથી તેમણે નવું બાંધકામ શરૂ કરેલ છે અને 9 ઇસમો આજે વર્ષોથી ગૌચરની જમીનમાં તેમની સાથે રહેતા આવેલા છે.

હાલ નિખિલભાઇ ગામીતનાઓએ કરેલ અરજમાં નવ સિવાય માત્ર એક જ વ્યક્તિની સામે બાંધકામ બંધ કરાવવા અંગે ફરિયાદ કરી છે. જે માત્ર તેમના વિરુદ્ધ અરજી આવેલ છે તો આ અગાઉ બાંધકામ કરેલ પાકા મકાનો અને અન્ય કાચા ઘરો જે ગૌચરમાં આવ્યા છે એ બાબતે શું ? એ 9 મકાનો પણ ગેરકાયદેસર છે અને બિનઅધિકૃત છે તો બધાને નોટિસ મળવી જોઈએ, મારા એકલાની વિરુદ્ધ અન્યાય શા માટે જો તેમનું મકાન દૂર કરવામાં આવે તો આ નવ મકાનો પણ દૂર કરવા એવી તેમણે અરજ કરતા હાલ ડૂમખલનો રાજકીય માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...