દુઃખદ:બેસનીયામાં ગલેલી તોડવા ઝાડ ઉપર ચડેલો યુવક પટકાતાં મોત

વાલોડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોલવણના બેસનીયા ગામે ગલેલી પાડવા તાડના ઝાડ ઉપર ચડેલો યુવક નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. ડોલવણ તાલુકાના બેસનીયા ગામમાં નિચલુ ફળિયામાં રહેતા બેસનીયા ગામ નિચલુ ફળીયામાં રહેતા મુકેશભાઇ ધનાભાઇ કોકણી (38) નાનો ગત તારીખ 28/02/2023 ના રોજ 18:00 વાગેના સુમારે પોતાના ઘરની બાજુમાં આવેલ તાડ ના ઝાડ ઉપર ગલેલી પાડવાં માટે ચઢેલ હતો અને તે ઝાડ ઉપરથી નીચે પડી ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલા મુકેશભાઇ ધનાભાઇ કોકણીને પ્રાથમિક સારવાર આપીને વલસાડ ખાતે સિવિલ હોસ્પીટલ વલસાડ ખાતે દાખલ કરેલ જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું જે બાબતે ધનાભાઇ કોંકણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...