ઉજવણી:આદિવાસી સમાજ દ્વારા ઉલ્લાસભેર નવા વર્ષતથા પિલવણી પૂજા પર્વની ઉજવણી

માયપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોલાડમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

વાલોડ ખાતે આદિવાસી સમાજની પૂજા પિલવણી પૂજા અને આદિવાસી નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ વાલોડ ખાતે આદિવાસી પંચ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં શોભાયાત્રા અને કાર્યક્રમ સ્થળ પર અનેક આદિવાસી નાચણાના કાર્યક્રમો યોજાયા હતા, વાલોડ મુસ્લિમ સમાજના આગેવાનોએ આ પ્રસંગે હાજરી આપી હતી.

ગતરોજ મોડી સાંજે વાલોડ ખાતે સિદ્ધાર્થ ભવન આંબેડકર સ્કૂલના મેદાનમાં ગુજરાતના આદિવાસી પંચ દ્વારા આદિવાસી નવું વર્ષ અને પિલવણી પૂજા ઉત્સવની પરંપરાગત પૂજા, નૃત્ય, સંગીત સાથે ઉજવણી કરવામાં આવી હતી, સમગ્ર દેશમાં આદિવાસીઓ અલગ-અલગ રાજ્યોમાં નવા વર્ષ અને પ્રકૃતિ પૂજા એટલે કે પીલુડી પુજાનો ઉત્સવ ઊજવે છે. જેમાં વિવિધ સમુદાયો આ પર્વને અલગ-અલગ નામે ઓળખે છે, જેમકે ઝારખંડમાં સરહુલ ઓરિસ્સામાં કરમા, આસામમાં બિહુ નામોથી ઉજવાય છે, પશ્ચિમ ભારતના આદિવાસીઓમાં પિલવણ, પાલુડી , પિલવણી નામથી આ તહેવાર ઉજવે છે, આ તહેવારના મહિમા ભીલોની પુરાકથા અનુસાર ધરતીની એકમાત્ર દીકરી કણીકંસરી રિસાઈને ધરતી પેટે સંતાઈ જાય છે,

પોતાની દીકરીને ધરતી પર ન મળતા દુઃખી દુઃખી થઇ જાય છે અને સુકાવા માંડે છે, સમગ્ર જીવો મરવાની અણી પર આવી જાય છે, એવા સમયે ધરતીના બે દૂતો રાજા પાંઢા અને વીનીયા દેવ તેની કળીની શોધ યાત્રા શરૂ કરે છે, આખી ધરતી ફરી વળવા છતાં તે ક્યાંય મળતી નથી, આખરે તેઓ પાતાળમાં ઉતરે છે અને એમની દીકરી ગણીને મળે છે, ત્યારે પાતાળ લોકમાંથી કેટલીક શરતો સાથે ધરતી પર પાણીને લઈને આવે છે, ધરતી ફરી પાછી આનંદિત થઈ નવપલ્લિત થઈ જાય છે, જેને ભીલ આદિવાસીઓ પીલુડી ઉત્સવ તરીકે ઉજળી નવા વર્ષની શરૂઆત કરે છે.

આ કાર્યક્રમમાં કાકડ વૃક્ષની પૂજા કરી પ્રકૃતિ સન્માનપાત્ર યાત્રાની શરૂઆત કરવામાં આવી, જેમાં પરંપરાગતનું ગીત નૃત્ય સાથે કાર્યક્રમ સ્થળ પર પહોંચી ધરતી વંદના સાથે કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો, સ્વાગત પ્રવચન આદિવાસી પંચના ભુપેન્દ્ર ભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો, ડોક્ટર જીતેન્દ્રભાઇ વસાવાએ સમગ્ર ઉત્સવની જાણકારી આપી, સાથે માજી સાંસદ અમરસિંહ ભાઈ ચૌધરી દ્વારા સર્વે આદિવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી અને આ ઉત્સવ અને આદિવાસી નવા વર્ષને ગામડે ગામડે ઉજવવા હાકલ કરવામાં આવી. આ વેળાએ વાલોડ તાલુકાના સરપંચો,તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, સમગ્ર ગુજરાતમાંથી આદિવાસી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા શોભા યાત્રામાં જોડાયેલ તમામને ઠંડા પીણાની બોટલ વિતરણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...