હાલાકી:ધામોદલા ગામનું ગાંધી ફળિયુ સંપર્કવિહોણું બન્યું

વાલોડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું ગામોદલા ગામના ગાંધી ફળિયામાં ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સંપર્ક વિહોણું થઈ જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બે દિવસથી ગામ સાથે વ્યવહાર તુટી જતાં વાહન વ્યવહાર બંધ થઈ જતાં સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે.છેલ્લાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે ગ્રામ્ય કક્ષાએના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધામોડલા ગામનો ગાંધી ફળિયામાં ચોમાસાની શરૂઆત થાય એટલે હડમારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

સામાન્ય વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળતાં લોકોને અવરજવરમાં તકલીફ વેઠવી પડે છે.ધામોડલા ગામમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે ગાંધી ફળિયામાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવે છે. સ્કૂલ, કોલેજ શાળામાં ભણતા બાળકોની હાલત ગંભીર બની જાય છે બાળકો શિક્ષણથી વંચિત રહેતા લોકોમાં ભભૂકતો રોષ ફેલાયો છે.ધામોડલા ગામના આગેવાનો એ વારંવાર રજુઆત કરી હોવા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઇ નહોતી.

અન્ય સમાચારો પણ છે...