વરસાદ સારો રહેવાની આશા:રાનવેરી ગામના ખેતરમાં ટીંટોડીના ચાર ઇંડા ઉભા

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જીલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જીલ્લો છે વરસાદ આધારીત અને સિંચાઈથી ખેડૂતો ખેતી કરે છે, પરંતુ સિંચાઈ પર નભનારા ખેડુતો પણ વરસાદ સારો પડે અને ઉકાઇ ડેમમાં પાણી યોગ્ય માઞામાં ભરાય તેવી આશા રાખે છે. વાલોડનાં રાનવેરી ખાતે યતિશ બાબુલાલ શાહના શેરડીના ખેતરમાં શેરડી કાપણી દરમિયાન ખેતરમાં ફરતાં હતાં ત્યારે ટીંટોડીના જોડાએ એક જગ્યાએ ઉડી અવાજ વારંવાર કરતાં મજૂરએ નજીક જઇને જોતાં ટીંટોડીએ ચાર ઇંડા મુકયા હતા.

ચાર ઈંડા હોય ત્યારે વરસાદ વધુ અને ચારે બાજુથી પડવાની આશા વ્યક્ત કરવામાં આવે છે અને ચારેય મહિના વરસાદ સારો રહેવાની આશા ખેડૂતો રાખી રહ્યાં છે, જ્યારે ટીંટોડીએ ઈંડા ખુલ્લી જમીન પર મૂક્યાં છે, આમ તો ટીંટોડી જેટલી ઉંચાઈ પર તેના ઈંડા મૂકે તેટલો વધુ વરસાદ થાય છે જયારે ત્રણ ઈંડા મુક્યા હોય તો એક દિશામાં વરસાદ નથી પડતો. વાલોડમાં ટીંટોડીનાં ચાર ઈંડાને લઈ આગામી વરસાદ ચારેય દિશામાં પડવાની આશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...