અવસાન:વાલોડના પીઢ ગાંધીવાદી ભીખુભાઈ વ્યાસની વિદાઇ

માયપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધી વિદ્યાપીઠના ટ્રસ્ટી અને સ્વરાજ આશ્રમ વેડછીના પ્રમુખ હતા

વાલોડનાં સમાજસેવી અને પીઢ ગાંધીવાદી એવા ભીખુભાઈ દિનમણીશંકર વ્યાસનો આજરોજ 92 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું, ભીખુભાઈ વ્યાસ એ 92 વર્ષની ઉંમર સુધી સમાજ સેવામાં રચ્યા પચ્યા રહેતા હતા, તેઓ ગાંધી ચિંદ્યા માર્ગે રચનાત્મક કાર્યો કરી નાઈ તાલીમને મહત્વ આપતા હતા.

તેઓ વેડછી સ્વરાજ આશ્રમના પ્રમુખ, વેડછી પ્રદેશ સેવા સમિતિના ટ્રસ્ટી, ધરમપુર વનપથ ટ્રસ્ટના ટ્રસ્ટી, ગાંધી વિદ્યાપીઠ વેડછીના ટ્રસ્ટી, ગ્રામ સેવા સમાજ વ્યારાના ટ્રસ્ટી,છાયડો સુરતમાં કમીટી મેમ્બર, તેજસ ,હોસ્પિટલ માંડવીના ટ્રસ્ટી, ઝઘડિયા હોસ્પિટલના ટ્રસ્ટી જેવા અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ભીખુભાઇ વ્યાસનો આજરોજ ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું તેઓ જુગતરામભાઈ દવેના સહકાર્યકર અને ઝીણાભાઈ દરજીના સેક્રેટરી તરીકે પણ તેઓએ ફરજ બજાવી હતી.

ભીખુભાઈએ સુરત અને તાપી જિલ્લામાં શેરડી કાપણી અર્થે આવતા મજૂરોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સુરત અને તાપી જિલ્લામાં શેરડી કાપણીના પડાવો નજીક આંગણવાડીઓ બનાવી શિક્ષણ આપવા સહિતની અનેક મહત્વની કામગીરી કરી હતા.

અન્ય સમાચારો પણ છે...