તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામમાં શ્રી ભંડારી પ્રગતિ યુવક મંડળ, બુહારી- બારડોલી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સેમિનારનું આયોજન પેલાડ બુહારી પ્રાથમિક શાળાના શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના હોલ ખાતે વક્તા તરીકે કલમકુઈ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ મહ્યાવંશીએ માગૅદશૅન આપ્યું હતું.
જેમાં આજુબાજુ ગામના વિધૉથીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને ભંડારી પ્રગતિ યુવક મંડળના સભ્યો હાજર રહ્યા હતાં. સેમિનારમાં વક્તા હિતેશભાઈનું સ્વાગત મંડળના ઉપપ્રમુખ ડો. મહેન્દ્રભાઈ દ્વારા પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
સેમિનારના પ્રેરક વક્તા તરીકે કલમકુઈ હાઈસ્કૂલના યુવા અને પ્રતિભા સંપન્ન પ્રિન્સિપાલ હિતેશભાઈ મહ્યાવંશી દ્વારા બાળકો પરીક્ષામાં તનાવમુક્ત હાજર રહી શકે એમના માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું પરીક્ષામાં કઈ રીતે આયોજન કરવું, કઈ બાબતોનો ખ્યાલ રાખવો, તબક્કાવાર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી.
વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારીમાં અને એ દરમિયાન ઊંઘ, સ્વાસ્થ્ય અને આહાર, પરીક્ષાના ત્રણ કલાક દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ નો કેવી રીતે ખ્યાલ રાખવો તેની વિસ્તૃત અને તલસ્પર્શી ચર્ચા કરી હતી પરીક્ષાને લગતા સમગ્ર પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.
જીવનોપયોગી માર્ગદર્શન જેવું કે વિદ્યાર્થીના જીવનમાં શિસ્ત અને સમર્પણ ભાવનું કેટલુ મહત્વ છે તેની સમજ આપવા માટે વિદ્યાર્થીઓને વિવિધ નાની ટૂંકી વાર્તા અને વિવિધ ઉદાહરણો આપી સમજ આપવાનો પ્રયત્ન કર્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભંડારી સમાજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.