વાલોડના પેલાડબુહારી ગામમાં ઘણાં સમયથી હિંસક દિપડાઓ રહેણાંક વિસ્તારમાં નીકળી આવતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. બે દિવસ પહેલા મધ્ય રાત્રિએ કાર સામેથી દીપડાના પરિવારે લટાર મારી હતી, જે અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં દીપડાને પકડવા ે આખરે પાંજરૂ ગોઠવવામાં આવ્યું છેપેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાંથી છેલ્લાં ઘણાં સમયથી હિંસક દીપડાઓ નદી કિનારે ઝાડી ઝાંખરામાં નિવાસો કરી રહ્યા છે અને આ હિંસક દીપડાના ત્રાસથી ખેડૂતોના ખેતરમાં અવારનવાર નજરે પડતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.
જૈનિષભાઈ મોરી ગાડી લઈને જઈ રહ્યા હતા અને તે સમયે દીપડાનો પરિવાર ગાડી આગળ આવી ગયો હતો. ઘટના અંગે વનવિભાગને જાણ કરી હતી અને સ્થળ નિદશૅન કરીને પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે.પેલાડબુહારીમાં મોરા ફળિયામાં કપિરાજ પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બાબતે શિલ્પા દેશમુખ આરએફઓ મહુવા રેંજને રજૂઆત કરવામાં આવી હતી અને દિવ્યભાસ્કરના અહેવાલને પગલે પેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાં પાંજરામાં મારણ મુકવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.