ધરપકડ:વાલોડમાં DGVCLના વીજપોલ ચોરીને વેચવાની પેરવી કરનારા આઠ ઝડપાયા

માયપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શામળાજી હાઇવેનું કામ ચાલતું હોય વીજપોલ કાઢી રસ્તાની સાઇડે મુકાયા હતા

વાલોડ તાલુકાના બુટવાડા ગામે રહેતા આઠ જેટલા ચોરો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના વીજપોલ ચોરી અને તેના ટુકડા કરી વેચાણ કરવાના અને સગે કરવાના બદઈરાદાથી કટીંગ કરી રહ્યા હતા. એ આઠે ચોરટાઓને એલસીબી તાપીએ દબોચી લીધા હતા.

વાલોડ તાલુકામાં આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની માલિકીના વીજ પોલ બાજીપુરા, વાલોડ, બુહારી ગામની સીમમાંથી પસાર થતાં શામળાજી હાઇવેનું કામ ચાલતું હોય માર્ગ-મકાન વિભાગના લેખિત હુકમથી નડતર રૂપ હાઇટેન્શન લાઇનો ખસેડવા માટેની કામગીરીમાં જુના વીજપોલ ખસેડાયા બાદ નવા વીજ લાઇન નાખવામાં આવી હતી અને જૂના વીજપોલો બાજીપુરા પાઇપ ફેકટરી પાસેથી પસાર થતી લાઈનના જુના વીજપોલ તથા ગાયત્રી મંદિર પાસે ખાડી પાસે રસ્તાની બાજુમાં મુકવામાં આવેલા હતા. વીજપોલ બુટવાડાના આઠ ચોર ઈસમોએ દ્વારા ચોરી કરવામાં આવ્યા હતા.

બુટવાડા ભવાની ફળિયામાં આવેલ આશિષભાઈ રમેશભાઈ હળપતિના ઘર નજીક તારીખ બીજી અને ત્રીજીના રોજ કુલ પાંચ વીજ પોલ ઉચકી લાવી ચોરી કરી આશિષભાઈના ઘરના વાડામાં મૂકવામાં આવ્યા હતા. જે વીજ પોલ ઈલેક્ટ્રીક કટર વડે કાપી સગેવગે કરવાની પેરવીમાં હતા, તે દરમિયાન એલસીબી તાપીના કર્મચારીઓએ બાતમીના આધારે આઠે આઠ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.

વીજપોલના ત્રણ ફૂટના કટીંગ કરેલ હતા, જેનું વજન 350 કિલો જેટલો હોવાનું જાણવા મળેલ છે, જે વીજપોલોની કિંમત રૂપિયા 24500 તથા ઈલેક્ટ્રીક કટર જેની કિંમત રૂપિયા 1500 મળી કુલ 26000નો મુદ્દામાલ વાલોડ ખાતે આરોપીઓને પકડવામાં આવ્યા હતા. ઉપરોક્ત આરોપીઓએ એકબીજાની મદદગારી કરી વીજપોલો ચોરી કર્યા હોવાની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નાયબ ઈજનેર સમીરભાઈ રણજીતભાઈ ચૌધરીનાઓ એ કરી છે આ તમામ આરોપીઓને આજરોજ કોર્ટમાં હાજર કરી વધુ ચોરીઓ ઉકેલવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

વીજપોલ ચોરી જનારના નામ
1. આશિષભાઈ રમેશભાઈ હળપતિ 2. સંજયભાઈ સુરેશભાઈ હળપતિ 3, કરણભાઈ જયેશભાઈ 4. હિતેશભાઈ કાંતિભાઈ હળપતિ 5. સાવન ભાઈ જયંતીભાઈ હળપતિ 6. બળવંતભાઈ બચુભાઈ હળપતિ 7. આશિષભાઈ અશોકભાઈ હળપતિ તમામ રહે ભવાની ફળિયુ બુટવાળા 8 સંજયભાઈ રમેશભાઈ હળપતિ રહે સુખડ ફળિયુ બુટવાડા

અન્ય સમાચારો પણ છે...