તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સૌથી વધુ વિસ્તાર ધરાવતું ઐતિહાસિક ઘટનાઓ અને આધ્યાત્મિક રીતે ધાર્મિક મહત્વ ધરાવતું ગામ એટલે દેગામા. આ ગામને દેવગામ તરીકે પણ ઓળખાય છે. વર્ષો પહેલાં અહીં મિંઢોળા નદીના કિનારે આવેલા શિવજી મંદિર અદભુત અને ચમત્કારિક ઘટનાઓ બની છે. આ પંથકમાં ભાવિક ભક્તો મંદિરે દર્શન કરવા માટે આવે છે. શિવજી મંદિર શ્રદ્ધા ભક્તિનું કેન્દ્ર બિંદુ બન્યું છે.
વાલોડ તાલુકામાં સૌથી વધુ 6 કિલોમીટરનો વિસ્તાર ધરાવતું દેગામા ગામમાં સૌથી વધારે કોંકણી ,ગામીત, ચૌધરી, હળપતિ અને લેઉવા પાટીદાર સમાજના લોકો રહે છે. ગામની વસ્તી આશરે 6,000 થી વધારે છે. દેગામા ગામ રાજકીય સામાજિક સહકારી શૈક્ષણિક રીતે આગવી ઓળખ ઉભી કરી છે.
ગામના લોકો આધ્યાત્મિક દષ્ટિએ ભક્તિ ભાવથી જોડાયેલા છે.ગામમાં આવેલો વર્ષો જૂનું મીંઢોળા નદીના કિનાર આવેલું ઐતિહાસિક મંદિર અદભૂત છે અને ચમત્કારિક શિવજી મંદિરના દશૅન કરવા માટે દુર દુર થી ભક્તો આવે છે. મીંઢોળા નદીના કિનારે આવેલા મહાદેવના મંદિરે 1968માં નદીમાં રેલ આવી હતી છતાં પણ આ મંદિરમાં સંપૂર્ણ ગામમાં પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ આ મંદિરમાં કશું પણ થયું ન હતું.
દેગામા માં પાટીદાર સમાજના લોકો આઝાદી પહેલાં સ્થાયી થયા
પાટીદાર સમાજના લોકો પૈકી સૌ પ્રથમ બાજીપુરા ગામથીભીખાભાઈ ભગવાનજી પટેલ પરિવાર દેગામા સ્થાયી થયા હતા. જ્યારે મુળ દેગામા ગામના વસંતજી અમાઈદાસ પટેલ, રણછોડભાઈ નારણભાઈ પટેલ અમથાભાઈ નરસિંહભાઈ, નાથુભાઈ ભીખાભાઈ પટેલ પરિવારના ખેડૂતો એ ખેતી કરીને ધીમેધીમે આર્થિક સ્થિતિ સારી થતાં જ વિદેશ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઝાંબીયા, લંડનમાં ધંધા રોજગાર માટે આવ્યા હતાં અને ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં રહે છે. ગામમા 40 જેટલા ઘર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.