વાલોડ તાલુકામાંથી પસાર થતા વાલોડ બાજીપુરા માર્ગ પર થયેલ અકસ્માતમાં બે મોટરસાઈકલ પર સવાર મિત્રોનો એક પછી એક મરણ પામતા અરેરાટી વ્યાપી હતી.વાલોડ તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી માર્ગ પર ગતરોજ સાંજનાં સમયે મોટરસાયકલ ચાલક મનોજભાઈ ડાહ્યાભાઈ ધોડિયા (પુણા, તા. મહુવા) તથા નવીનભાઈ ભંગિયાભાઈ ધોડિયા તથા જીતુભાઈ મોહનભાઈ ધોડિયા (બન્ને રહે કલકવા,તા. ડોલવણ) કલકવાથી બાઇક (GJ -19 C- 0299) લઇ બાજીપુરા તરફ જતા હતા.
ત્યારે વાલોડ બાજીપુરા રોડ ઉપર બુટવાડા ખાતે સામેથી બોલેરો પીકઅપ ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર (GJ- 6 BT- 2980)ના ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્પ્લેન્ડર મોટર સાઈકલને સામેથી ટક્કર મારી અકસ્માત કરી મોટરસાયકલ ચાલકને તથા તેના સાથીઓને હવામાં ફંગોળી દીધા હતા. જેમાં મોટરસાયકલ ચાલક મનોજભાઈ ડાહ્યાભાઈ ધોડિયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેઓનું વ્યારા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અન્ય મોટર સાઈકલ સવાર નવીનભાઈ ધોડિયા તથા જીતુભાઈ મોહનભાઈને શરીરે ગંભીર ઈજાઓ હોવાથી બંને મિત્રોને એક પછી એક સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બંને મિત્રોની હાલત ગંભીર હોય ગતરોજ સાંજે બંને મિત્રોને સુરત ખાતે સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. બે મિત્રો મરણ થતાં કલકવામાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.