હાલાકી:વાલોડ પીપળ ફળિયામાં દૂષિત પાણી આવતાં લોકોના આરોગ્ય સામે ખતરો

માયપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7થી 8 માસથી ફરિયાદ પરંતુ કોઈ નિરાકરણ ન આવતા લોકો ત્રસ્ત બન્યા
  • લોકોએ​​​​​​​ દબાણ કરી ખાળકૂવાઓ કે શોચલાય બનાવ્યા હોવાથી અગવડ: તલાટી

વાલોડ ખાતે વોટર વર્કસની પાણીની પાઇપ લાઇનમાંથી પીપળ ફળીયામાં પાણી દુષિત પાણી સપ્લાય થઇ રહ્યું છે. દુષિત પાણી આવવાની ઘટના છેલ્લા 7થી 8 માસથી સતત બની રહી હોવા છતાં લીકેજ શોધવામાં તંત્રને યોગ્ય મુહૂર્ત મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક લોકોએ પાઈપલાઈન ઉપર સરકારી જમીનમાં દબાણ કરી ખાળકૂવાઓ કે શોચાલય બનાવ્યા હોવાથી કામગીરી કરવામાં અગવડ પડે છે. લોકો દુષિત પાણીના લીધે બીમારીઓનો ભોગ બની રહ્યા છે. લોકોએ પીવા માટે પાણી ખરીદીને લેવાની ફરજ પડે છે. હળપતિ વિસ્તાર હોય કામગીરી કરવા કોઈ આગળ ન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.

વાલોડ નગરમાં વોટરવર્ક્સની લાઇનમાંથી દૂષિત પાણી આવવાની સંભાવના ગમે ત્યાં ઉભી રહે છે. વોટરવર્ક્સની પાઇપલાઇનો જર્જરિત થઇ જવાને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ગંદુ આવતા હોવાની ફરિયાદો ગામમાં કયાં ને ક્યાં સામે આવે જ છે. મોટેભાગે વોટરવર્ક્સની પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરલાઇન ભેગી થતી હોય તેવા વિસ્તરોમાં આવા પ્રશ્નો ઉભા થાય છે. થોડાથોડા દિવસે ઉઠતી ફરિયાદોને પગલે ગ્રામપંચાયત દ્વારા જે તે વિસ્તારમાં તપાસ કરી લીકેજ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

પીપળ ફળિયામાં છેલલા 7થી 8 માસથી દૂષિત પાણીની ફરિયાદો ઉઠી છે. પીપળ ફળીયામાં કોઈપણ ઘરમાં તપાસ કરતા પ્રથમ વોટર વર્ક્સનું પાણી આવતું નથી અને જે પાણી આવે છે તે બોરમાંથી ફળિયામાં પૂરું પડતું પાણી અન્ય પાઈપલાઈન દ્વારા આવે છે. તેમાં નળમાંથી પ્રથમ 10થી 15 મિનિટ સુધી ગંદુ દુર્ગંધ મારતું પાણી નળમાંથી આવે છે. આજુબાજુના 20થી 25 ઘરોમાં દુષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઉભી છે. લોકોએ પીવાના પાણી માટે ફરજીયાત પાણી વેચાતું લેવું પડે છે.

દૂષિત પાણી આવવાની ફરીયાદ 7થી 8 માસથી ઉઠવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. પરાગવડ નજીક લીકેજ માટે હજારો રૂપિયા ખર્ચાતા હોય તો પીપળ ફળિયામાં કામગીરી કેમ ટલ્લે ચઢાવવામાં આવે છે. દૂષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઉઠી હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા તંત્ર કરી રહ્યું છે.પીપળ ફળિયામાં જતી પાણીની પાઇપ લાઇન ઉપર કેટલાક ફળિયાના રહીશો દ્વારા શોચાલયનાં ખાળકૂવા કે સેફ્ટી ટેન્ક બનાવી છે. તેના ઉપર બાથરૂમ બાંધવામાં આવ્યા હોવાથી પાઈપ લાઈનમાં કોઈક સ્થળે ભંગાણ થયું હોય ડહોળું પાણી આવતા હોવાનું હાલ માની શકાય.લાઇનમાં લીકેજ ક્યાં છે તે અંગેની પણ તપાસ થવી જરૂરી છે.

પાઇપ લાઇન પર કેટલાંક લોકોએ બાંધકામ કરતા ભંગાણ
તલાટી કમ મંત્રીને આ અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારના કેટલાક લોકોએ પાઈપલાઈનનાં જે સ્થળેથી જતી હતી તે સ્થળ પર ખાળકૂવાની સેફટી ટેન્કો કે સંડાસ - બાથરૂમ બનાવી દેવામાં આવ્યા છે, જેમાંથી કોઈક જગ્યાએ પાણી પાઇપલાઇનમાં ભેગું થતું હોવાની હાલ માની શકાય એક-બે દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...