દીપડાનો આંતક:તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ગણતરીના કલાકોમાં રહેણાંક વિસ્તારમાં પશુઓ પર દીપડાના હુમલાની બે ઘટના બની

વાલોડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાલોડના ખાંભલા ગામે રાત્રિના સમયે દીપડાએ બકરાનો શિકાર કરી ખેચી ગયો  - Divya Bhaskar
વાલોડના ખાંભલા ગામે રાત્રિના સમયે દીપડાએ બકરાનો શિકાર કરી ખેચી ગયો 
  • ખાંભલામાં રાત્રિના સમયે દીપડો બકરા પર હુમલો કરી ખેંચી ગયો
  • ખાંભલા​​​​​​​ ગામમાં અત્યાર સુધી 22 જેટલા દીપડા પાંજરે પુરાઈ ચુક્યા છે
  • વન વિભાગને જાણ કરી પાંજરૂ મુકવા રજૂઆત કરવામાં આવી

વાલોડ તાલુકાના ખાંભલા ગામે રાત્રિના સમયે દીપડાએ ઘરના કોઢારમાં બાંધેલા બકરા ઉપર હુમલો કરી, એક બકરાને શિકાર કરી, જંગલમાં ખેંચી જવાનો બનાવ બનતા વનવિભાગને જાણ કરી વનવિભાગ દ્વારા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

વાલોડના ખાંભલા રહેતા હરસિંગભાઈ ચૌધરી ખેતી કામ કરવા સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. ગઇકાલે રાત્રીના 12 કલાકની આસપાસ હરસિંગભાઈના માતાને બકરાનો અવાજ સાંભળતા જાગી જતા ઘરના વાડામાં બકરાના કોઢાર પાસે જઈ બકરાઓના બાંધવાના સ્થળે જતા તેમણ જોયું હતું કે બધા બકરા ગભરાયેલ હાલતમાં હતા, પરંતુ બકરા બધા સહીસલામત હતા. હરસિંગભાઈને એમના માતાએ ઊંઘમાંથી ઉઠાડતા તપાસ કરતા કોઢારમાં દીપડાના પગલા જોવા મળ્યા હતા. ત્યાર બાદ હરસિંગભાઈએ બકરાની ગણતરી કરતા એક બકરીનું બચ્ચું ગાયબ હતું, વધુ તપાસ કરતા ખબર પડી કે દીપડા દ્વારા બકરીના બચ્ચાનો શિકાર થયો છે.

પેલાડબુહારી ગામમાં ધોળે હિંસક દિપડાએ વાછરડાને ધોળે દહાડે ફાડી ખાધું.
પેલાડબુહારી ગામમાં ધોળે હિંસક દિપડાએ વાછરડાને ધોળે દહાડે ફાડી ખાધું.

હરસિંગભાઈએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે વાલોડ વનવિભાગના કર્મચારી અર્જુનભાઈને ઘટનાની જાણ કરતા અર્જુનભાઈએ આજે મારણ સાથે પાંજરુ મુકવા જણાવ્યું હતું. ખાંભલા ગામ દીપડાનું અભિયારણ તરીકે ઓળખાતું ગામ છે, જ્યા અવરનવર દીપડા ઘર નજીક આવી પાલતું પશુ કે મરધાનો શિકાર કરી તેમના રહેઠાણ એવા કોતરડી વિસ્તાર તરફ જતા રહેતા હોય છે, ખાંભલા ગામમાં અત્યાર સુધી 22 જેટલા દીપડા પાંજરે પુરાઈ ચુક્યા છે.

પેલાડબુહારીમાં ઘરના વાડામાં બાંધેલા વાછરડા પર ભરબપોરે દીપડાનો હુમલો​​​​​​​​​​​​​​​​​​​​​
વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામમાં ઘણા સમયથી દીપડાએ આંતક મચાવ્યો છે. દિનપ્રતિદિન રહેણાક વિસ્તારમાં ધોળે દિવસે દીપડાએ દહેશત ફેલાવી છે. પેલાડબુહારી મોરા ફળિયામાં બપોરના સમયે વાછરડાને ધોળે દિવસે ફાડી ખાતાં ફફડાટ ફેલાયો છે.

પેલાડબુહારીમાં મોરા ફળિયામાં ખેડૂત રોહિતભાઈ પટેલ પશુપાલકે વાડાના કોઢારમાં વાછરડાને બાંધ્યું હતુ. બપોરે પાણી પાવા દિવ્યમ અને રોહિતભાઈ વાડામાં પહોંચ્યા હતા. એ સમયે વાછરડું લોહી લુહાણ નજરે પડ્યું હતું. દીપડાએ ડોકના ભાગે અને પીઠના ભાગ પર ગંભીર ઈજાગ્રસ્ત કર્યુું હતું દીપડાએ હુમલો કર્યો હતો. વાછરડાને ફાડી ખાધું હતું ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી અને દીપડાના પગલાં ખેતરમાં નજરે પડ્યા હતા. દીપડો શેરડીના ખેતરમાં તરફ છુપાઈ ગયો હતો.

પેલાડબુહારી ગામમાં ઘટનાને પગલે આગેવાન ભરતભાઈ પટેલે વનવિભાગના અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક અસરથી પાંજરૂ ગોઠવવાની રજુઆત કરવામાં આવી હતી અને ઘટનાસ્થળે વનવિભાગ દ્વારા વાછરડાને બાંધ્યું હતું એ જગ્યાએ પંચ ક્યાસ કરવામાં આવ્યો હતો.

અગાઉ દીપડાનું બચ્ચું પાંજરે પુરાયુ હતુ
​​​​​​​
પેલાડબુહારી ગામમાં બેખોફ વિચરણ કરતા દીપડાને પકડવું જરૂરી બન્યું છે, જયારથી બચ્ચું પાંજરે પુરાયુ છે અને પહેલી ઘટના બની છે કે વાછરડાને બાંધ્યું હતું ત્યાં પહોંચીને ફાડી ખાધું હતું.જેને પગલે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. દિવસે નીકળી પડતાં હજુ બે દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...