માગ:પેલાડબુહારીમાં મધ્યરાત્રિએ દીપડાનો પરિવાર અચાનક કાર સામે આવી ગયો

વાલોડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામ નજીક લટાર મારતા દીપડાને પકડવા પાંજરૂ મુકવાની માગ

વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામમાં ગતરોજ મધ્ય રાત્રિએ ફોર વ્હીલર ગાડી સામેથી દીપડાના પરિવારે લટાર મારી હતી. એક યુવકે દીપડાનો વિડિયો શુટિંગ કરી લીધો હતો. .પેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાંથી ગતરોજ શનિવારે રાત્રીના સમયે સાડા બાર વાગ્યેના સમયે બાજીપુરા ગામેથી ક્રિકેટ મેચ રમીને પરત ઘાણી ગામના નવયુવાનો પોતાના ઘર તરફ પસાર થઈ રહ્યા હતા.

તે સમયે પેલાડબુહારી મોરા ફળિયામાંથી રાજ દિનેશભાઈ પરમારે પોતાની બુલેટ મોટરસાયકલ પસાર થતા અવાજ આવતા ઝાડીમાં છુપાઈ ગયો હતો જ્યારે એની પાછળ ફોર વ્હીલર ગાડી GJ.26. A .3129 જૈનિષ ભાઈ અશોકભાઈ મોરી પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા, અને તે સમયે અચાનક હિંસક દીપડાનો પરિવાર ગાડી આગળ આવી ગયો હતો. જોકે યુવકે હિંમતભેર મોબાઇલમાં વિડિયો શુટિંગ કરી લીધો હતો. કારની લાઈટના અજવાળે રોડની સાઈડમાં આવેલ ખેતરમાં નીકળી ગયા હતાં.

અનેક પશુનો શિકાર કર્યો છે
પેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાંથી આ આગાઉ પણ 18.4.2022ના રોજ એક કપિરાજ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એના પર હુમલો દિપડાએ કર્યો હોવાની શંકા વ્યક્ત થઈ હતી. અરવિંદ પટેલના પાળેલા કુતરા નો શિકાર કરી ગયો હતો. અવારનવાર કુતરા બિલાડાનો શિકાર કરી ભાગી જતાં દીપડાને પકડવો જરૂરી બન્યું છે.

સ્પોટ વિઝિટ કરી પાંજરૂ મુકાશે
પેલાડબુહારી ગામમાં હિંસક દીપડાઓ રહેણાંક વિસ્તારમાં વિચારણ કરી રહ્યા છે. જેનું સ્થળ નિદશૅન કરીને પાંજરૂ ગોઠવવામાં આવશે. > શિલ્પા દેશમુખ, આરએફઓ, મહુવા રેંજ

અન્ય સમાચારો પણ છે...