પાણીજન્ય રોગ:વાલોડમાં 3 દિવસમાં 12 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા

માયપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટર વર્ક્સની લાઇન જર્જરિત હોય દર ચોમાસામાં આ જ સ્થિતી
  • ​​​​​​​કેટલાંક દર્દીઓ ખાનગી તબીબો તથા બારડોલીની હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા હોવાની પણ ચર્ચા

વાલોડ ગામમાં છેલ્લા ત્રણ દિવસમાં ઝાડા ઉલ્ટીના પાણીજન્ય રોગનો ભોગ વાલોડના ગ્રામજનો બન્યા છે. વાલોડ સીએચસીમાં 12 વ્યક્તિઓ તથા અન્ય ખાનગી તબીબો તથા બારડોલીની કેટલીક હોસ્પિટલોમાં સારવાર લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વાલોડના વોટર વર્ક્સની પાઇપ લાઇન જર્જરિત હોય દર ચોમાસા દરમિયાન ઝાડા ઉલ્ટીનો ભોગ લોકો બની રહ્યા છે.

વાલોડ નગરમાં કસ્બા ફળીયા,પાદર ફળીયા, તૈયબા પાર્ક જેવા અન્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક ઝાડા ઉલ્ટીના કેસો ધીરે ધીરે વધી રહયા છે. છેલ્લા ત્રણ દિવસમાં તમામ વિસ્તારોમાં બાળકથી લઇ વૃધ્ધો સુદ્ધાં ઝાડા ઉલ્ટીના વમળમાં આવી ગયા છે. વાલોડમાં ઝાડા ઉલ્ટીના કેસો વર્ષ દરમ્યાન ચોમાસા દરમ્યાન બનાવો બનતા રહે છે, જે તે વિસ્તારની વૉટર વર્ક્સની પાઇપલાઇનો જર્જરિત થઇ ગઈ હોવાથી અને ભૂગર્ભ ગટર યોજના પછી તો પાણીની લાઈનોમાં ઘણા ભંગાણ પડ્યાં હોવાને કારણે વોટર વર્ક્સની લાઇનોની અંદર ભૂગર્ભ ગટરના પાણી ભળી જવાના બનાવો બન્યા છે.

ત્યારે ઝાડા ઊલટીના કેસો સામે આવે છે. હાલ વાલોડમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલા ત્રણ દિવસમાં 12 જેટલા ઓપીડી થયેલ છે જેમાંથી 6 વ્યક્તિઓ હાલત નાજુક હોય સારવાર હેઠળ છે, તથા કેટલાક લોકો ખાનગી તબીબો તથા બારડોલીની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે, વાલોડ ખાતે વોટર વર્ક્સની પાઈપલાઈન જર્જરિત થઇ ગઈ હોવાનું વર્ષોથી નજર સામે છે ,સરકારમાંથી એક વખત ગ્રાન્ટ આવી લેપ્સ થઇ ગઈ હતી, અને ત્યારબાદ તત્કાલીન સરપંચ જ્યોતિબેન નાયકા દ્વારા ફરીથી ગ્રાન્ટ આવે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ પાઇપ લાઈન નાખવા સર્વે પણ થઇ ગયું હતું, પરંતુ કેટલીક રાજકીય કિન્નાખોરીમાં પાણીની પાઇપલાઇનનું કામ ટલ્લે ચઢાવવામાં આવે છે કે પછી અધિકારીઓ આ કામગીરી ન કરાવવા મનમાં ગાંઠ બાંધી લીધી હોવાનું હાલ લાગી રહ્યું છે.

આશા વર્કર્સ બહેનો પાસે સરવે કરાવી લેવામાં આવશે
ડો. જે.વી.ગામીત આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ આજે આશા વર્કર્સ બહેનો અને કર્મચારીઓ પાસે સર્વે કરાવી લેવામાં આવશે અને જે વિસ્તારોમાં જરૂર હશે ત્યાં દવાઓનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...