રાજકારણ ગરમાયું:વાલોડ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ ખોદકામ મુદ્દે RTI કરવામાં આવી

માયપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના વિસ્તારમાં કામ અંગે સભ્ય અજાણ

વાલોડ ગ્રામ પંચાયતના સુંદરનગર વિસ્તારમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે પાણી ભેગું થઈ જતા કેટલાક કારણોસર પાઇપલાઇનના બે પાઇપ ખોદી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ થયેલી કામગીરી અંગેની જાણ સભ્યને ન કરતાં અને પાઇપલાઇન ખોદી નાંખતા નારાજ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા આરટીઆઇ કરી માહિતી મંગાવવામાં આવી છે.

તાપી જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત એવી વાલોડ ગ્રામ પંચાયત છે. વાલોડ ગ્રામ પંચાયતમાં હાલના સરપંચ વિજયાબેન નાઇકની પેનલમાંથી ચૂંટાય આવેલા વોર્ડ નંબર 10ના સભ્ય અંકિત પટેલ દ્વારા તેમના વિસ્તારમાં 15માં નાણાપંચમાંથી કરવામાં આવેલી પાઇપલાઇનની કામગીરીના વરસાદી પાણીની પાઇપલાઇનના બે થી ત્રણ પાઇપો ખોદી નાખવામાં આવ્યા હોવાનું માહિતી મળી રહી છે.

આ પાઇપો ખોદવા માટેના કારણોમાં સુંદર નગરમાં વરસાદના ઝાપટાઓમાં પાણીનો નિકાલ ન થતા સરપંચ દ્વારા પાઇપલાઇન કરેલ પાઇપલાઇનમાંથી બે પાઇપો કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ નવી કુંડીઓ તથા પાઇપો નાખવાની કામગીરીની બાબતને પગલે અંકિત પટેલને જાણ ન કરતા નારાજ થઈ પોતાના વિસ્તારમાં કરવામાં આવેલી કામગીરી અંગે આરટીઆઈ કરવામાં આવતા વાલોડનું રાજકારણ ગરમાયું છે.

આરટીઆઈમાં વાલોડમાં વોર્ડ નં 10 માં આવેલ સુંદર નગરમાં 15માં નાણાપંચમાં ગટર લાઈનનું કામ થયેલ છે કે કેમ ?? અને થયેલ હોઈ તો સદર કામનું પેમેન્ટ કરેલ છે કે કેમ ? અને કરેલ હોય તો તેની વિગત માંગવામાં આવી છે.

જાણ ન થતાં અરજી કરી હોવાનું લાગે છે
સરપંચ વિજયાબેન નાઇકને પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે સુંદરનગરમાં વરસાદી પાણી ભરાઈ જતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુજબ તાત્કાલિક કામગીરી કરવા પાઇપલાઇન ખોદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુંડીઓની સફાઈ કરી પાંચથી છ જેટલી કુંડી અને પાઈપો નાખી ફરી પાઇપલાઇન કરવામાં આવી હતી, જે અંગે સભ્યને જાણ ન થતા અરજી કરી હોવાનું મને લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...