ઉજવણી:બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણી

માયપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર પણ ઉજવણી થશે

વાલોડ તાલુકાના બુહારી ખાતે તા. 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ આદિજાતિ વિકાસ તેમજ સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને કાર્યક્રમની નક્કી કરવામાં આવી છે. વાલોડ તાલુકાના બુહારી ગામે તા. 9મી ઓગસ્ટનાં દિને વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમ જઈ રહ્યું છે.

આદિ જાતિ વિકાસ તેમજ સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વાલોડ તાલુકાના બુહારી ગામે તા. 9 ઓગસ્ટના રોજ સવારે 10:00 કલાકે વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે, આ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.

કાર્યક્રમને સફળ અને સુચારું આયોજન માટે વિવિધ કામગીરી નિશ્ચિત કરવા માટે તથા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તથા રિપોર્ટિંગ કરવા અલગ અલગ અધિકારીઓને કામગીરી બજાવવા હુકમ કરેલ છે, આ અંગે મળેલ પત્રના આધારે તા. 9 ઓગસ્ટના રોજ બુહારી ખાતે આદિવાસી દિવસની ઉજવણી માટે અધિકારીઓને કલેકટર તાપી દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી છે.

સંબંધિત અધિકારીઓ દ્વારા તેમને સુપ્રત કરવામાં આવેલી કામગીરીની જરૂરી વિગતો મેળવી વ્યવસ્થા ગોઠવી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની તૈયારીમાં લાગ્યા છે. બીજી તરફ આદિવાસી પંચ વાલોડ,મહુવા, ડોલવણ,બારડોલી અને પલસાણા તાલુકાના આદિવાસી સમાજ અને પંચો દ્વારા પણ તા. 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાની અને બુહારી સર્કલ પર બિરસા મુંડાજીની પ્રતિમા મુકવાની જાહેરાત કરી સંબંધિત ખાતાઓ પર અરજ મોકલવામાં આવી છે.

આ જાહેરાત થયા બાદ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણના સર્કલને અચાનક જેસીબી દ્વારા તોડી પાડવાનો કામગીરી શરુ કરતા આદિવાસી પંચ દ્વારા જવાબદાર અધિકારીઓને વિરોધ દર્શાવ્યો હતો અને આ બાબતે વાલોડ મામલતદારને બિરસા મુંડા સર્કલના સ્થળને તોડી પાડવા અંગેના વિરોધમાં આવેદન આપી રોષ જાહેર કર્યો હતો. સરકારનો કાર્યક્રમ પણ બુહારી ખાતે યોજવા અંગે જાહેરાત થતા હાલ આદિવાસી પંચ અને એક તરફ સરકારી કાર્યક્રમ દ્વારા આદિવાસી દિવસની એક જ ગામમાં ઉજવણી કરવાનો કાર્યક્રમ જાહેર કરેલ હોય હાલ માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...