વાલોડ તાલુકાના બુહારી ગામે જીન ફળિયામાં રહેતા પશુપાલક રોજિંદા ક્રમ મુજબ પશુઓ ચારવા નદી કિનારે ગયા હતા. ત્યારબાદ ઘરે ન આવતાં તપાસ કરતાં પશુપાલક આકસ્મિક રીતે ઊંડા પાણીમાં જતા ડૂબી જતાં તેમની લાશ નદીમાંથી મળી આવી હતી.
બુહારી ખાતે જીન ફળિયામાં રહેતા ગોવિંદભાઇ આહીર ઉંમર વર્ષ 49 ખેતી તથા પશુ પાલન કરતા હતા, તેઓ તેમના રોજીંદા ક્રમ મુજબ બપોરના એક વાગ્યાના અરસામાં પશુઓ લઈ બુહારી ગામમાં પૂર્ણા નદી કિનારે ઢોર ચરાવવા નીકળી ગયા હતા, ત્યારબાદ તેઓ દરરોજ ચારથી સાડા ચારના અરસામાં પશુઓ ચારી નદી કિનારે પાણી પીવડાવી પરત આવી જતા હતા, પરંતુ તેઓ ગઈકાલે ઘરે ન આવતાં ઘરેથી પત્ની ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યા ન હતા, જેથી પત્ની ગીતાબેને ગામમાં જ નોકરી કરતા પુત્ર આશીષભાઇને ફોન કરી જણાવ્યું હતું કે 6:00 ત્યાં સુધી તારા પિતા પશુઓ લઈને આવ્યા ન નથી.
નદી કિનારે લાસબાઈ માતાજીના મંદિર નજીક પૂર્ણા કિનારે ઢોર ચરાવતા હતા પરંતુ ગોવિંદભાઈ દેખાતા ન હતા અને તેમને ફોન કરવામાં આવ્યા હતા જે ફોન ઉપાડ્યો ન હોતો. આ દરમિયાન ફરિયાદી આશિષભાઈએ મામલો ગંભીર હોય તેમણે તેના ફળિયાના મિત્રો પ્રિતેશભાઈ ભરતભાઈ આહીર, હિરેનભાઈ શંકરભાઈ તળાવીયા તથા ધ્રુવ કાંતુંભાઈ તળાવીયાને ફોન કરી નદી પર બોલાવ્યા હતા.
તેઓએ નદીમાં શોધખોળ કરતા તેમના પિતાજીનું માથું નદીના પાણીમાં દેખાતા આશિષ તથા તેના મિત્રોએ પાણીમાંથી તેના પિતાજીને ઊંચકીને નદી કિનારે આવેલ પરંતુ પિતાજીને કઈ બોલતા ન હોય આ વાતની ગામમાં ખબર પડતા તાત્કાલીક લોકો દોડી આવ્યા હતા. આ બાબતે આશિષભાઈ આહિરએ પિતાના આકસ્મિક રીતે નદીમાં ઊંડા પાણીમાં જતા ડૂબી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.