રજુઆત:વાલોડ ગામના તલાટીની બદલી અટકાવવા આમ આદમીનું આવેદન

માયપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
તલાટીની બદલી અટકાવવા આપ દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતુ. - Divya Bhaskar
તલાટીની બદલી અટકાવવા આપ દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતુ.
  • અગાઉ ગ્રામ પંચાયતના 18 સભ્યોએ તલાટીની વિરુદ્ધ ડીડીઓ સમક્ષ ફરિયાદ કરી હતી

વાલોડ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીની બદલી થવાના આગોતરા સમાચારો કે અટકળો મળતા બદલી ન કરવામાં આવે તે માટે તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને બદલી અટકાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

એક તરફ અન્ય પક્ષો તલાટીની બદલી થાય તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તેની સામે આપ પાર્ટી દ્વારા તલાટીની બદલી ન થાય તે માટે આવેદનપત્ર આપી પોતાનો પક્ષ રજૂ કર્યો છે, ત્યારે તલાટીની બદલી થાય છે કે કેમ તેના ઉપર સોની મીટ મંડાઇ છે.

આજરોજ આમ આદમી પાર્ટી તાપી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તાપીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે વાલોડના હાલના તલાટી કમ મંત્રી જ્યોતિકાબેન દંતાણીની બદલી અટકળને કારણે બદલી અટકાવી તેમની સેવા વાલોડ ખાતે ચાલુ રાખવામાં આવે, આપ પાર્ટીને એવી જાણકારી મળેલ છે કે હાલના વાલોડ ગામના તલાટી કમ મંત્રી જ્યોતિકાબહેન દંતાણીની વાલોડથી બદલી કરવા ડીડીઓ સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

વાલોડમાં છેલ્લા એક કરતા ઓછા વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે વાલોડ ગ્રામ પંચાયતમા ફરજ બજાવી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમ્યાન આમ આદમી પાર્ટી અને તલાટી વચ્ચે પણ વિવિધ પ્રશ્નને જનહિત માટે વાદ સંવાદ મતભેદો રહ્યા છે, તેમ છતાં તેમની દ્રષ્ટિએ તેઓએ પોતાના પદનુ માન સન્માન અને ગરિમા પદ જાળવી રાખી મજબૂત નિર્ણય શક્તિનુ પ્રદર્શન કરી વાલોડ ગ્રામ પંચાયતમા અનુશાસનનો માહોલ ઉભો કર્યો છે. ગ્રામ પંચાયતના કામોની વહેંચણી અને નાણાંકીય વ્યવહારમાં દેખરેખ રાખી ગ્રામ પંચાયતમાં નાણાકીય દૂરવ્યય તથા ભ્રષ્ટાચાર પર લગામ લગાવી છે.

નાણાકીય ગ્રાન્ટનો દૂર ઉપયોગ ગૌચરોમા ન થાય અને યોગ્ય જગ્યાએ નાણા વપરાય તે માટે પણ તેઓ કાર્યશીલ રહ્યા છે. તેમના આ સશક્ત અભિગમના લીધે રાજકીય વગ ધરાવતા લોકો પોતાની મનમાની કરી શકતા ન હોય તેઓએ પોતાનો રસ્તો મોકળો કરવા એક થઈ તેમની બદલી માગી છે.

આપ પાર્ટીના આવેદનને ધ્યાનમા લઈ આવા સક્ષમ મહિલા અધિકારીની વાલોડ ખાતેથી બદલી અટકાવી તેમને વાલોડમા લાંબો સમય સેવા કરવાનો મોકો આપવામાં આવે તે વાલોડ ગામના હિતમાં હોય ન્યાયિક તપાસ કરી દબાવમા આવ્યા વગર યોગ્ય નિર્ણય કરવા જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...