કાર્યવાહી:બાજીપુરા હાઇવે પરથી 13 ભેંસ 5 પાડિયા ભરેલી ટ્રક પકડાઈ

માયપૂર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવરની અટક કરી એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો

વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા સુરત ધુલિયા હાઇવે પર ટ્રક અટકાવી તપાસ કરતા પાસ પરમીટ વિના 13 ભેંસ અને 5 પાડિયા મળી આવ્યા હતા, જેમાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો સુરત ધૂલિયા માર્ગ પર બારડોલીથી સોનગઢ તરફ જતા નેશનલ હાઇવે નં. 53 ઉપર પસાર થતી ટાટા ટ્રક કે જેનો રજીસ્ટ્રેશન નં.GJ - 05 - AV - 7086 શંકાસ્પદ લાગતા વાલોડ પોલીસ દ્વારા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભેંસો કુલ નંગ 13 તથા ભેંસોના બચ્ચા (પાડીયા) નં.5 પશુઓ ગેરકાયદે કુરતા પૂર્વક ટ્રકમાં વગર પાસ પરમીટે તથા ખીંચો ખીચ ભરી દોરડાથી બાંધી લઈ જવામાં આવી રહ્યા હતા.

જેમાં કુલ 13 નંગ ભેંસ જેની એકની કિંમત 30000 મુજબ જેની કિંમત.રૂ.3,90,000/- હોય,ભેંસોના બચ્ચા નં.5 જેની એકની કિંમત રૂ.25000/- તથા ટાટા ટ્રક જેની કિંમત રૂ.7,00,0000/- તથા સેમસંગ કંપનીનો મોબાઈલ કિંમત રૂ.3000/- એમ કુલ મળી રૂ.11,18,000/- ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અલીમખાન મુસાખાન આલીસર સિંધી હાલ રહે, કામરેજ, નવા ગામ દાદા ભગવાન મંદિર પાસે દુબળ ફળિયા, તા.રામસર, જી. બાડમેર, રાજસ્થાનનાઓની ધરપકડ કરવામાં આવી હતી. સદર ટ્રકમાં આરોપી નંબર 2 વાહિદભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, જેના પૂરા નામની ખબર નથી, જે બાદની આગળની તપાસ હે.કો.કમલેશભાઈ કૃષ્ણભાઈને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...