દુર્ઘટના:શાહપોર ગામે ઝઘડામાં તમાચો મારતા પડી ગયેલા આધેડનું મોત

માયપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માયપુર તાલુકાના શાહપોર ગામે મંદિર ફળિયામાં રહેતા એક ઈસમ દુકાને સામાન લેવા ગયા હતા. તે દરમિયાન ફળિયામાં જ રહેતા એક ઇસમ દ્વારા ગાળા ગાળી કરી લાફો મારતા આધેડ જમીન પર પડી જતા બેભાન થઈ ગયા હતા, સવારના સમયે ભાનમાં ન આવતા સારવાર અર્થે સુરત ખાતે લઈ ગયા હતા, સારવાર દરમિયાન મરણ થતાં વાલોડ પોલીસે ખુનનો ગુનો નોંધી આરોપીની અટક કરી.

વાલોડ તાલુકાના શાહપોર ખાતે મંદિર ફળિયામાં રહેતા ફરિયાદી અજયભાઈ કાનજીભાઈ હળપતિના પિતા કાનજીભાઈ નગીનભાઈ હળપતિ કે જેઓની ઉંમર 55 વર્ષનો હતી અને તેઓ તા. 17મી ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસે ફળિયામાં આવેલ મારવાડીની દુકાને કાનજીભાઈ સામાન લેવા ગયેલા હતા.

તે દરમિયાન ફળિયામાં રહેતો રાકેશ ચંપકભાઈ હળપતિનાઓએ કાનજીભાઈ સાથે ગાળા ગાળી કરી કાનજીભાઈને એક તમાચો મારી દેતા કાનજીભાઈ રોડ ઉપર પડી ગયા હતા અને રોડનો માર વાગતા બેભાન થઈ જતા જે અંગેની જાણ ફરિયાદી અજયભાઈને લોકોએ કરતા સ્થળ પર ગયા હતા, અને બેભાન અવસ્થામાં તેમને ઉઠાડવાનો પ્રયાસ કરતા હતા, ત્યારબાદ તેમને ઘરે લઈ જતા હતા.

​​​​​​​ તે દરમિયાન કાનજીભાઈ ભાનમાં આવતા બનાવ બાબતે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે શંકર મારવાડીની દુકાન ઉપરથી કરિયાણાનો સામાન લઈ ઘરે જતા હતા તે દરમિયાન સામેથી આવતા રાકેશ ચંપકભાઈ હળપતિએ રસ્તામાં રોકી મન ફાવે તેવી ગાળો બોલતો હોય રાકેશને ગાળો ન બોલવા ના પાડતા ઉશ્કેરાઇ જઈ રાકેશે કાનજીભાઈને ગાલના ભાગે જોરથી તમાચો મારતા રોડ પર પડી ગયા હતા.

​​​​​​​ અને તેમને માથામાં માર લાગ્યો હતો. આ બનાવ બન્યા બાદ કાનજીભાઈને સવારમાં 6:00 વાગ્યાના સુમારે ઉઠાડતા તેઓ ઉઠ્યા ન હતા, જેથી 108 પર ફોન કરતા વાલોડ સરકારી દવાખાને 108 માં કાનજીભાઈને આવેલા હતા, વાલોડના તબીબે વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા.

ત્યારબાદ વ્યારા જનરલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મરણ નિપજ્યું હતું, આ અંગે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસે આરોપી રાકેશ હળપતિની અટક કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...