દીપડી પાંજરે પુરાઇ:અલગટ ગામમાં સપ્તાહથી લટાર મારી જતી દીપડી અંતે પાંજરે પુરાઇ

માયપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અલગટ ગામે એક દીપડી રહેણાંક વિસ્તારમાં આવી ચઢતી હોવા અંગેની ફરિયાદ બાદ મૂકવામાં આવેલ મારણ સાથેના પાંજરામાં આજરોજ દીપડી પાંજરે પુરાઇ છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામે દીપડા પ્રજાતિની અવર જવર ને કારણે લોકો ભયભીત બન્યા હતા, દીપડાનો માનવ વસવાટમાં આવ્યો હોય આજથી 4 દિવસ પેહલા અલગટ ગ્રામપંચાયતની અરજીનાં આધારે રાજપૂત ફળિયામાં વન વિભાગની ટીમે સ્થળ તપાસ કરી પાંજરું મુકવા કવાયત કરી હતી.

જેમાં રાજપૂત ફળિયામાં અજિતભાઈ મનજીભાઈ ચૌધરીના ઘર આંગણે 4 દિવસ અગાઉ મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું, પાંજરું 4 દિવસથી મુકવામાં આવ્યું હતું તે સ્થળે આવી દીપડો જતો રહેતો હતો, આખરે આજે મળસકે 5 કલાકે દીપડી પાંજરે પુરાઇ હતી, જે દીપડી 3 વર્ષની ઉમરની દીપડી હોવાનું હાલ અનુમાન કરવામાં આવ્યું છે.

દીપડી પાંજરે પુરાઇ હોવાની જાણ વાલોડ વનવિભાગ અને WCCB ના ઈમરાન વૈદને જાણ કરતા અલગટ રાજપૂત ફળિયામાં તાત્કાલિક પહોંચી પાંજરાના કબજો લઈ વાલોડ વનવિભાગની નર્સરી પર લાવી મુકેલ છે, આ દિપડાની પ્રાથમિક તપાસ કરાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ જંગલમાં છોડી મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...