કાકરનો રળિયામણો ડુંગર:કાળા કાકરના ઐતિહાસિક ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માગ

વાલોડ10 દિવસ પહેલાલેખક: નયન પટેલ
  • કૉપી લિંક
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલો કાળા કાકરનો રળિયામણો ડુંગર  . - Divya Bhaskar
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલો કાળા કાકરનો રળિયામણો ડુંગર .
  • વરસાદને રિઝવવા માટે આ ડુંગરની ટોચ ઉપર પહોંચીને પુજન અર્ચન કરતાં વરસાદ આવવાની લોકમાન્યતા

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કાળા કાકળનો ડુંગર આદિવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલા કણધા, વરજાખણ, અંધરવાળીદુર, ટકીઆંબા જેવા ગામોમાં એક હજાર ફૂટની ઊંચાઈએ આવેલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ ડુંગરનું વિશેષ મહત્વ આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે કાળો ડુંગર આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિકરુપ ગણાય છે.

ચોમાસાની ઋતુમાં વરસાદ નહીં આવતા આ ડુંગર પર આવીને કરેલી પ્રાર્થના બાદ વરસાદ ચાલુ થતો હોવાની પણ માન્યતા છે. જેથી "ડુંગરદેવ ' તરીકે જાણીતો છે. અહી ઇકો ટુરિઝમની સુવિધામાં વધારો કરવામાં આવે તો લોકો માટે હરવા ફરવાનું વધુ એક સ્થળ મળી શકે એમ છે.

વરજાખણ અને કણધા ગામની બોડૅર પર આવેલા કાળા ડુંગરને વિકસાવવામાં ઈકો ટુરિઝમને પ્રોત્સાહનની જરૂર છે. ડુંગરાળ વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર લીલાં આચ્છાદિત ઇમારતી ઝાડો સાથે રમણીય સ્થળ છે. આ કાળા કાકર ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની ગ્રામજનોમાં પણ માંગણી ઊઠી છે.

અહી સુવિધામાં વધારો કરતા, આજુ બાજુના ગામના લોકોને રોજગારીની તકો મળી રહે એમ છે. તાલુકાના મુખ્ય મથકેથી ફક્ત 6 km ના અંતરે કાળા ડુંગરની પરંપરિત રીતે દર વર્ષે આદિવાસીઓ તૈયાર થયેલા ધાન્ય પાકને ચઢાવો કરવા માટે અહી ઘણા ગામથી આવતા હોય છે, પરંતુ સુવિધાના અભાવે ત કલીફ સહન કરી રહ્યા છે.

ડુંગર પર ચઢવા માટે પગથિયા જરૂરી
હું છેલ્લાં પંદર વર્ષથી કાળા કાકરનાં ડુંગર ઉપર પુજન અર્ચન કરી રહ્યો છું. અહીં રવિવારે દૂર દૂરથી લોકો દશૅન કરવા માટે ભક્તો આવી રહ્યા છે. ડુંગર પર ચઢવા માટે પગથિયાં નથી બનાવવામાં આવે એ જરૂરી છે. નાનજીભાઈ ભાઈ ચૌધરી, સ્થાનક પુજારી

દેવપુજાની પરંપરા આદિવાસી વિસ્તારમાં પ્રચલિત'
ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે સાંસ્કૃતિક પરંપરાઓ મુજબ આ કાળા કાકરના ઐતિહાસિક ડુંગરની તળેટીમાં આદિવાસીઓ અહીં ધાર્મિક જગ્યાએ આવે છે અને દેવપુજા કરે છે. માંડવી,સોનગઢ વ્યારા,ઉનાઈ, વાંસદાથી લોકો આવીને પુજન વિધી કરે છે. આ દેવપુજા કરવાથી વરસાદ આવવાની લોકમાન્યતા પ્રચલિત છે.

આ ડુંગરનો વિકાસ કરવો જોઈએ
આ કાળા કાકરના ઐતિહાસિક ડુંગરની તળેટીમાં આદિવાસીઓ બહોળી સંખ્યામાં આવે છે. આ ડુંગરની સાથે લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. આ ડુંગરનો વિકાસ કરવો જોઈએ.
- હરિશ ભાઈ ગામીત, સરપંચ વરજાખણ

વિકાસ માટે રજૂઆત પણ કરી છે
આ વિસ્તારમાં બંને ગામની બોડૅર પર આવેલા કાળા કાકરનો ડુંગર પર પ્રાકૃતિક સૌંદર્ય સાથે આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. લોકોની આસ્થા જોડાયેલી છે. આ ડુંગરનો વિકાસ માટે રજૂઆત પણ કરવામાં આવી છે. - પ્રતાપભાઈ પટેલ, કણધા સરપંચ

તોરણીયા અને કાળા કાકરની દંતકથા
આહવા ડાંગની બોડૅર પર તાપી જિલ્લામાં આવેલા કાળા કાકરનો ડુંગરની અને તોરણીયા ડુંગર બંનેની દંતકથાઓ પ્રચલિત છે બંને ભાઈઓ હોવાનું મનાય છે. પદમડુંગરીના ગોસ્માઈ માતા અને સોનગઢ દેવલીમાળી બંને બહેનોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...