તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામોમાંથી પસાર થતો હાઈવે માર્ગ ઉપર હથુકા પાટીયા નજીક ગોલણ ગામના પતિ પત્ની બંને વાલોડ જઈ રહ્યા હતા તે સમયે સુગરનાં શેરડી ભરેલી બળદગાડા સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બંનેનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આજ રોજ સાંજના સમયે ગોલણ ગામના ખાખર ફળિયામાં રહેતા ધર્મેશ અમરસિંહભાઈ ચૌધરી ઉંમર વર્ષ આશરે 31 અને એમની પત્ની ભૂમિકા ધર્મેશ ચૌધરી ઉંમર વર્ષ આશરે 28નાઓ સાંજના સમયે ગોલણ ગામની સીમમાંથી નીકળી રહ્યા હતા અને વાલોડ તરફ જતા હતા તે સમયે શેરડી ભરેલા બળદગાડા હથુકા પાટીયા પાસે ગળનાળા નજીક અકસ્માત સર્જાયો હતો અને બંને પતિ અને પત્નીને માથાના ભાગે અને શરીરનાં ભાગે માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં.
ગોલણ ગામના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જોકે આ હાઈવે માર્ગ ઉપર થયેલા અકસ્માતમાં બંને નું મોત નિપજ્યું હતું, જેને પગલે ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.