વાલોડ તાલુકાના ખાંભલા ગામે દીપડો પકડાવો એ સામાન્ય ઘટના છે, ખાંભલા ગામે પાલતુ પશુઓ, સ્વાન અને મરઘા ઉપર શિકાર કરતા દીપડાને પકડવા માટે મારણ સાથે પાંજરું મૂક્યું હતું જેમાં આજરોજ મારણ ખાવાની લાલચે 6 માસની દીપડી પાંજરામાં આવતા પુરાઇ હતી.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું ખાંભલા ગામ જે દીપડાનું અભ્યારણ તરીકે ઓળખવામાં આવે છે, જ્યા અત્યાર સુધી 23 દીપડાઓ પાંજરે પુરાઈ ચુક્યા છે અને કેટલાય દિપડાઓ ખેતર કે કોતર વિસ્તારમાં વસાહત કરતા હોય છે અને વારંવાર વારંવાર ખાંભલા ગામના ફળિયાઓમાં આવી રખડતા શ્વાન, મરધા કે પાલતું પશુઓનો શિકાર કરતા હોય છે, ખાંભલા ગામ કોતર અને ખેતીવાડી વિસ્તારમાં આવ્યો છે, ગામમાં રહેતા મોટે ભાગના સ્થાનિકો ખેડુત અને પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે.
એક મહિનાથી ખાંભલા ગામના અલગ અલગ ફળિયામાં દિપડો આવી 3 રખડતા શ્વાન,5 મરધા અને 2 બકરાનો શિકાર કરી પલાયન થઈ ગયો હતો, ગામના જાગૃત નાગરિક હરસિંગભાઈ રુમસિંગભાઈ ચૌધરીએ આ ધટનાની જાણ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરતા જતીન રાઠોડની રજૂઆત પ્રમાણે વાલોડ વનવિભાગના કર્મચારી સંજયભાઈ ગાંધીએ એક મહિના પહેલા ખાંભલા ગામના નવજીભાઈ ભંગયાભાઈ ચૌધરીના ઘરના વાડા પાછળ મારણ સાથે પાંજરુ મુકવામાં આવ્યું હતું.
આજે મળસ્કે મરધા ખાવાની લાલચે 5 થી 6 માસનું દિપડીનું બચ્ચું પાંજરે પુરાયું હતું. આ વાતની જાણ હરસિંગભાઈ ચૌધરીએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરતા જતીન રાઠોડે વાલોડ વનવિભાગના કર્મચારી સંજયભાઈ ગાંધીને કરી હતી, સંજયભાઈએ જણાવ્યું કે ઉપલા અધિકારની સુચના મુજબ બચ્ચાને માતા સાથે મેળાપ કરાવવામાં આવશે અથવા તો નજીકના જંગલમાં છોડી મુકવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.