રાજકરણ:ભાજપના 9 પૈકી 4 સભ્ય ગેરહાજર રહેવાના હોય બહુમતી કોંગ્રેસની થશે એમ જાણતા સભા રદ કરી

વાલોડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલોડમાં સભ્યોને કામોના આયોજનથી દૂર રાખ્યાનો વિપક્ષનો આક્ષેપ
  • વિપક્ષને સભાની તારીખ બદલી હોવાની છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવી

વાલોડ તાલુકા પંચાયતમાં તા.4થીના રોજ સામાન્ય સભા કારોબારી સભા તથા સામાજિક ન્યાય સમિતિની સભામાં ભાજપના જ ચાર મહિલા સભ્યોએ સામૂહિક રીતે એક જ સમયે રજા રિપોર્ટ મૂકી સભામાં હાજર નહી રહેતા ભાજપના સભ્યો બહુમતી પુરવાર નહી કરી શકે અને પ્રમુખ મનમાની મુજબ આયોજન કરી ન શકે, માટે સભા પ્રમુખ ચંદ્રેશ કોંકણી દ્વારા સભ્યોની નારાજગી દૂર કરવા 12 મીના રોજ ફરી સભા જાહેર કરી છે. આવનારી ચૂંટણીમાં નુકશાનકારક સાબિત થશે તે પહેલાં નારાજગી દૂર થાય તે માટે ડેમેજ કન્ટ્રોલ દૂર કરવા પ્રયત્નો આદરશે.

વાલોડ તાલુકા પંચાયતમાં તા.4થીના રોજ સામાન્ય સભા યોજનાર હોય, તે પહેલા કોંગ્રેસના સાત સભ્યો દ્વારા આયોજનમાં પોતાના કામો લેવા તથા અન્ય રજૂઆતોના જવાબ નહી આપવા તથા સભામાં પ્રશ્નોની ચર્ચા કરવા બાબત અગાઉથી લેખિતમાં જાણ કરી હતી અને સભા ગરમ થવાના એંધાણ હોય, તે સંજોગોમાં માહોલ ગરમાયો હતો.

ગતરોજ 10:27 કલાકે ભાજપના જ તાલુકા પંચાયતના ચાર મહિલા સભ્યો દ્વારા એક સાથે તાલુકા પંચાયતમાં રજા રિપોર્ટ મૂકવામાં આવ્યા હતા, આ અંગેની જાણ પ્રમુખ ચંદ્રેશ કોકણીને થઈ જતાં ચાર સભ્યો રજા રિપોર્ટ મૂકી ગયા હોય, શાસકપક્ષ વિપક્ષમાં આવી જવાની સ્થિતિનું નિર્માણ થતું હોય અને વિપક્ષ કોંગ્રેસની બહુમતી થતી હોય, પ્રમુખ દ્વારા સભા મુલતવી રાખવાનો ખેલ ખેલ્યો હતો. સભા તારીખ 12મીના રોજ ફરી યોજવાનું ઠરાવ્યું હતું.

તાલુકા પંચાયત વાલોડમાં વહીવટ મનસ્વીપણે ચાલતો હોવાનો અને સભ્યોને વિશ્વાસમાં લેતા ન હોવાની ઘણા સમયથી બૂમો પડી રહી છે, જેમાં વિપક્ષના કામો આયોજનમાં ન લેવા, કારોબારી અધ્યક્ષનાં પતિ દ્વારા વહીવટ બાબતે, ગૌચરમાં થતાં કામો બાબતે, સરમુખત્યાર શાહી વાપરી કામો થતાં હોવા અંગેના આક્ષેપો વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતાં, જેમાં ગતરોજ ભાજપમાંથી જ ચૂંટાયેલા ચાર મહિલા સભ્યો સાગમટે રજા રિપોર્ટ મૂકી ગેરહાજર રહેતા ભાજપની સભ્ય સંખ્યા પાંચની થઈ હતી અને કોંગ્રેસના સભ્યોની 7 સભ્ય સંખ્યા હોય કોંગ્રેસની બહુમતી થઈ હોય ચંદ્રેશ કોંકણી સચિવને પત્ર આપી વ્યારા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.

પ્રમુખ ચંદ્રેશ કોકણીએ સચિવ તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખને મળેલ કાયદાની કલમ જનરલ કલોઝીસ એક્ટ 21 મુજબ પોતાની સત્તાની રૂએ સભા મુલતવી રાખવા ટીડીઓને લેખિતમાં જાણ કરી હતી. સભા મુલતવી રાખી સચિવે તા. 12 મીનો એજન્ડા ફેરવી દેવા તજવીજ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ ભાજપમાં હાલ ચાર સભ્યોનો અસંતોષ હોય અસંતોષ ઠારવામાં ન આવે તો વાલોડ ભાજપમાં બે ફાડચા પડવાના અને તેની અસર વિધાનસભાના ચૂંટણી પર પડવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ખટરાગથી તાપી જિલ્લા સંગઠન ઊંઘતું ઝડપાયું છે. તા. 12 સુધીનો સમય લેવામાં આવ્યો છે જેના કારણે નારાજ સભ્યોને મનાવવાના પ્રયાસો થવાની આશા રાખી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સવારે રજાનો રિપોર્ટ મૂકાયો હતો
તરુણ પટેલ વિરોધ પક્ષના નેતાનાં જણાવ્યા મુજબ સચિવ ટીડીઓ પાસે ચાર સભ્યોના 10.27 કલાક દરમિયાન રજા રિપોર્ટ આવ્યા હોય ભાજપના નવ સભ્યોની સામે ચાર ગેરહાજર રહેતા બહુમતી કોંગ્રેસની થઈ જતા પ્રમુખના પત્રને આધારે સભા રદ કરવા અંગે શાસક પક્ષને સીધી મદદ કરી છે. પ્રમુખે સામાન્ય સભા રદ કરવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું ફલિત થયું છે.

ગેરહાજર સભ્યો
1. વર્ષાબેન અશોકભાઈ રાઠોડ બાજીપુરા, 2. કપિલાબેન ગિરીશભાઈ હળપતિ વાલોડ, 3. મનિષાબેન રજનીકાંત પટેલ દેલવાડા, 4. યોગીતાબેન મેહુલકુમાર પંચાલ ગોડધા

અન્ય સમાચારો પણ છે...