તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામમાં મોટી વેડછી ફળિયામાં રહેતા ચણીબેન ગામત ાભાઈ ચૌધરી શતાયુ પૂર્ણ કરનાર એકમાત્ર છે. તાપી જિલ્લામાં સૌથી વધુ વય સુધી પહોંચનાર પ્રથમ દાદી છે. હજુ પણ શારિરીક તંદુરસ્ત અને સ્વસ્થ છે એમનું કામ જાતે કરી રહ્યા છે. તેઓ આગામી ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, આ વખતે પણ હુ અચૂક મતદાન કરીશે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું એ દરેકની નૈતિક ફરજ સમાન છે .
વેડછી ગામના નદીફળ યામાં સૌથી વધુ ઉંમરના દાદી ચણીબેન ગામત ાભાઈ ચૌધરીની એક અંદાજ મુજબ જન્મ ારીખ 1.6. 1916 હોવાનું જાણવા મળ્યું છે. ભારતની આઝાદી પછીનું ગુજર તમાં વિધાન ભાનું નિમૉણ થયું ત્યારથી આજદિન સુધી દરેક ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચુંટણી સમયે અચુક મતદાન કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. જે નવયુવ ાનોને માટે પ્રેરણ ાસ્રોત બન્યા છે. હજુપણ શરીરે એકદમ તંદુરસ્ત પોતાની કામગીરી જાતે જ કરી રહ્યા છે.
ઘરના આંગણ ંમાં સાફસ ફાઈ, વાંસણ ધોવા તમામ નિત્યક્રમ કરી રહ્યા છે. શતાયુ પૂર્ણ કરનાર દાદીમાનું પરિવ ારના સદસ્યો જશુબેન ચૌધરી ઉદેસિ ંગભાઈ ચૌધરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દાદીમા હાલમાં પ્રપૌત્રની વિપુલ ભાઈ વારસિ ંગભાઈ ચૌધરીની સાથે રહે છે. એમની દિકરીની દિકરી સોનલબેન ચૌધરી આશા કૅર તરીકે ફરજ બજાવે છે.
એમણે જણાવ્યું કે દાદી માં ને સુગર કે પ્રેશરની કોઈ પણ પ્રકારની બિમારી નથી શરીરે તંદુરસ્ત નિત્ય નિયમ મુજબ સવારે નિયમિત રોટલો ખાઈને પોતાની રીતે જ કામગીરી કરી રહ્યા છે. દાદીમા હજુ પણ મતદાન કરવા માટે જવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત તેઓ પરિવારજનોને તેમજ નજીકના લોકોને પણ અચૂક મતદાન કરવાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.